________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
૩.૨ આજીવક મત
ભગવાન મહાવીરના સમયમાં વિભિન્ન ધાર્મિકમતવાદો, વિવિધ સંપ્રદાયો તથા ઘણા કર્મકાંડીઓ હતા. સૂયગડાંગ સૂત્રમાં ૩૬૩ ધાર્મિક મતવાદીઓનો ઉલ્લેખ છે. 1. સુત્તનિપાત અભિયસપત્તમાં ૬૩ સંપ્રદાય હોવાનો ઉલ્લેખ છે. I 2 | વિક્રમની આઠમી શતાબ્દિ સુધીમાં આ મતનું અસ્તિત્વ પ્રાયઃ સમાપ્ત થઈ ગયું હતું. પરંતુ જ્યારે આ સંપ્રદાય હતો ત્યારે ખુબ જ જ્ઞાનયુક્ત હતો. આજે આ સંપ્રદાયનું કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી છતા પણ જૈન તથા બૌદ્ધના સાહિત્યમાં આ મતનો ઉલ્લેખ આવે છે.
આજીવક મતની ઓળખાણ આ પ્રકારે છે. (૧) એક પ્રકારનાં ખાસ પાંખડી (૨) નગ્ન રહેવાવાળા ગોશાલકના શિષ્ય (૩) લબ્દિપ્રયોગ કરીને અવિવેકી લોકો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરવાવાળા અથવા પોતાના યશને ફેલાવવા તપ અને ચારિત્રનું અનુષ્ઠાન કરવાવાળા.
આજીવક નિયતિવાદી હતા છતા તપોનુષ્ઠાન કરતા હતા. આત્મા, કર્મ, મુક્તિના અસ્તિત્વને માનતા હતા. ક્રિયા-અક્રિયા-સિદ્ધિ-અસિદ્ધિ, સ્વર્ગ-નરક આ પ્રત્યેક અવસ્થા નિયતિને આધીન માનતા હતા. બધી જ ક્રિયાઓ કરતા હતા છતાં પણ એનો શ્રેય નિયતિને જ આપતા હતા. આચારસંહિતા અને સાધનાપદ્ધતિ કઠોર હતી.
બૌદ્ધ સાહિત્યમાં તથા જૈન સાહિત્યમાં આજીવક ગોશાલાકની શ્રમણ પરંપરા માટે ઉપયોગ થયો છે. આજીવિકા માટે તપશ્ચર્યા કરવાવાળા હતા. | 3 | આજીવક મતના સંસ્થાપક –
આજીવક મતના સંસ્થાપક મખલિપુત્ર ગોશાલાક હતા . 4 | તે પોતે પણ નગ્ન રહેતા હતા અને તેમના ભિક્ષુ પણ નગ્ન રહેતા હતા. ભગવતીસૂત્ર અનુસાર ભગવાન મહાવીરનુ બીજુ ચાતુર્માસ રાજગૃહિનું ઉપનગર નાલન્દાની તજુવાય શાળામાં હતું ત્યાં મંખવીયમાં ગોશાલાક પણ રહ્યો હતો. ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટ કોટીના તપત્યાગથી પ્રભાવિત થઈને શિષ્ય બનાવવાની વિનંતી કરી. ભગવાનને મૌન રહેલા જોઈને શિષ્ય બનીને રહેવા લાગ્યો. તે નિમિતજ્ઞોના જાણકાર હતા. જેના દ્વારા લોકો ને તે આપતા હતા. તેમના ભિક્ષુ ઉગ્ર તપસ્વી હતા. / 5 /
1. સૂયગડાંગ સૂત્ર - મૃ. ૧/૨ 2. સુત્તનિપાત બૌદ્ધગ્રન્થ 3. ભગવતી સ્ત્ર- વૃ- ૧/૨/૨ 4. ભગવતીસૂત્ર શ.- ૧૫ 5. હિસ્ટ્રી પુખ્ત ડાવરીન્સ ગૌણ ટુ ગાળીવાસ. . પત્ત. વીરામ, પૃ. રૂપ