________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
આશ્રમ કે તેમના નિવાસસ્થાન પાસે અલગ પેટાવેલો અગ્નિ અને ધૂણી ચાલુ હોય છે. પ્રગટાવેલો અગ્નિ અને ધૂણીઓ ચિતા કે સ્મશાનનું પ્રતિક છે. ચિતાની ભસ્મને અઘોરીઓ અતિ પવિત્ર માનતા હોય છે અને તેમના ભક્તોને પણ તેઓ ચિતા-ભષ્મ પ્રસાદ તરીકે અપર્ણ કરતા હોય છે. સ્વલોદ માતૃકાના મંતવ્ય મુજબ સ્મશાન ભસ્મ એ જ પરમ સત્ય છે. અઘોરીઓના મંતવ્ય મુજબ સ્મશાન ભસ્મ એ જ પરમ સત્ય છે. અઘોરીઓને મોતનો ભય નથી હોતો તેઓ દૈહિકમૃત્યુથી ડરતા નથી. તેઓ તો તેમના ભૌતિક અસ્તિત્વમાંથી જન્મતી મર્યાદાઓ એષ્ણાઓ ઐહિક સુખના નાશ માટે સતત કઠોર તપશ્ચર્યાઓમાં જ વ્યસ્ત હોય છે. મોતનો ભય તેમને નથી હોતો કારણ કે મનુષ્ય જે કાંઈ છે અથવા જે કાંઈ ભોગવી રહ્યો છે તે તમામ નાશવંત છે. હકીકતમાં તો મૃત્યુ એ ભૌતિક બંધનોમાંથી મુક્તિ છે.
સ્વલોદના મંતવ્ય મુજબ અઘોરીઓના તમામ વિધિ-વિધાનો મૃત્યુને ભેટવા તરફના જ હોય છે. કારણ કે તેઓ ભ્રમણા, માયાવી જગતથી મુક્ત થવા માંગે છે. તેમના રીત-રિવાજ તેમજ તેમના વર્તન વગેરે સામાન્યજનને સૂગ ઉપજાવે તેવા જરૂર હોય છે. પરંતુ તેમના આવા કૃત્યો માત્ર તેમના અદ્વૈત તત્ત્વ સિદ્ધાન્તને આભારી છે. દા.ત. જે શબ ઉપર બેસીને અઘોરી મેડીટેશન (સાધના) કરે છે તે શબ પોતાનું જ છે. તેમ માનીને ચાલે છે.
આમ અઘોરીઓ કઠોર તપશ્ચર્યા સાધના દ્વારા આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે.