________________
તપશ્ચર્યા
પ્રકરણ
૩
જૈનેત્તર ધર્મો અને સાધનાપંથોમાં તપની વિભાવના
પ્રકરણ
૩.૧ શૈવ ધર્મ
શૈવ ધર્મમાં તપની વિભાવના વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે. શૈવ એટલે શિવનો ધર્મ એક અર્થમાં, બીજા અર્થમાં શૈવ શબ્દની વ્યુતપત્તિ કાપાલિકો તેમજ કાળભૈરવોએ શબ ઉપરથી શૈવ કરેલ છે. આમ શૈવધર્મમાં ભગવાન શિવની મહિમા સાથોસાથ તપશ્ચર્યાનું પણ આગવું મહત્ત્વ છે. શૈવ ધર્મમાં તપશ્ચર્યાના બે માર્ગો છે. ૧. સાત્વિક તપશ્ચર્યા અને ૨. તામસિક તપશ્ચર્યા. સાત્વિક અને તામસિક તપશ્ચર્યા માત્ર સામાન્યજનોને તપની સમજ આપવાના સંદર્ભમાં પ્રયોજાય છે. વાસ્તવિક રીતે તપશ્ચર્યા હંમેશા એહૈકિ સુખોનો ત્યાગ કરી પારમાર્થિક સત્ય અથવા પરમાર્થ પામવા માટે કરવામાં આવતી આરાધના જ છે. શૈવ ધર્મની અઘોરી સંપ્રદાયની તપશ્ચર્યા વિશે સામાન્ય રીતે સુગ અનુભવાય છે પરંતુ જો તેને શૈવ માર્ગના વિશિષ્ટ સંદર્ભે મૂલવતા તે પણ વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા છે.
અઘોરી :
અઘોરી સંપ્રદાય મૂળ પ્રાચીન વૈદિક સંસ્કૃતિમાં મળી આવે છે. જો કે આ સંપ્રદાયમાં સન્યાસીઓ મૂળભૂત રીતે વૈદિક પરંપરાને અનુસરતા ન હોવા છતાં પણ તેઓ વૈદિક સંસ્કૃતિમાંથી ઉતરી આવે છે તે વાતનો નિષેધ કરી શકાય તેમ નથી. અઘોરી શબ્દનો અર્થ સંસ્કૃતભાષામાં અ-ઘોરી પ્રત્યય ઉ૫૨થી જોતા તેનો અર્થ ઘોર એટલે કે કળીયુગ એટલે કે આગળ અ મૂકતા જે કળીયુગ નથી તે થાય છે. અઘોરી લોકો કોઈપણ નાશવંત બાબતો સાથે નથી. અઘોરી લોકો કોઈપણ નાશવંત બાબતો સાથે રાગ કેળવતા નથી. સામાન્ય રીતે જનતા (લોકો), જેને બિહામણું ગણતા હોય તે બાબતો અઘોરીઓ સહજતાથી અપનાવતા હોય છે. હિન્દુધર્મમાં અનિષ્ટ જેવું કાંઈ નથી. કેમકે તમામ બાબતો બ્રહ્મમાંથી જ સ્થૂલી છે તેથી વિશ્વમાં કોઈપણ બાબત જે તે બ્રહ્મમાંથી જ ફૂટ થતી હોય તો તેને અપવિત્ર કેવી રીતે ગણી શકાય તેઓના મતે આ વિશ્વમાંથી તમામ બાબતો ઇશ્વરનું જ સ્વરૂપ પ્રગટ કરતી હોય છે. અથવા તો ઇશ્વરમાંથી જ પ્રગટતી હોય છે. અઘોરીઓ મુખ્યત્વે ભગવાન શીવની ઉપાસના કરે છે. અઘોરીઓની માન્યતા મુજબ પ્રત્યેક મનુષ્ય લાગણીઓથી ભરેલા હોય છે અને તેણે શીવ બનવા પ્રયત્ન કરવો જોઈએ. અઘોરી સંપ્રદાય
૩૨૨