________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
પ્રચાર થયો અને ચૈતન્ય મહાપ્રભુ જે મુખશુદ્ધિ માટે એક તણખલુ પણ મોઢામાં ન રાખતા તેના તપથી બંગાળમાં વૈષ્ણવ સંસ્કૃતિનો વિકાસ થયો તેમજ મહાત્મા ગાંધીના તપના ફળરૂપે ભારતદેશ સ્વતંત્ર થયો. મહર્ષિ પતંજલિએ કહેલ છે કે તપથી અશુદ્ધિનો ક્ષય થવાથી શરીર અને ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે.
અન્ય દર્શનોનો અભિપ્રાય જોતા કહી શકાય કે ભારતીય આચાર દર્શનમાં દરેક ધર્મ તપરૂપ સાધના સ્વીકારી છે. તપ જ જીવને સચ્ચિદાનંદની અનુભૂતિ કરાવે છે.
આ રીતે તપનો ઉપસંહાર કરતા કહી શકાય કે તપ એ એવું દિવ્ય રસાયણ છે કે જે શરીર અને આત્માના યોગિક ભાવને નષ્ટ કરી આત્માને પોતાના મૂળ સ્વભાવમાં સ્થાપિત કરે છે. અનાદિ અનંતકાળના સંસ્કારોને કારણે આત્માનો શરીર સાથે તાદાત્મ્ય સંબંધ છે. આ સંબંધ તોડવા માટે તપ એક શ્રેષ્ઠ ઉપાય છે. તપનું પ્રયોજન છે. પ્રયાસ પૂર્વક કર્મપુદુગલોને આત્માથી અલગ કરી વિશુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરવું તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં મહાવીરસ્વામીએ કહ્યું છે કે
-
તપ આત્માના પરિશોધનની પ્રક્રિયા છે. બંધાયેલા કર્મોનો ક્ષય કરવાની પદ્ધતિ છે. આ સમ્યક્ તપની પદ્ધતિને અપનાવીને આત્મા સર્વકર્મ ખપાવી સિદ્ધાચલમાં શાશ્વત વાસ કરે છે.
૩૨૦