________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
એમેટીક ધર્મ જેવા કે યહૂદીધર્મ, ખ્રિસ્તીધર્મ અને ઇસ્લામધર્મની ચર્ચા દરમ્યાન એ જાણવા મળે છે કે આ એકેશ્વરવાદી દર્શનો અંતે તો પરમાત્મામાં લીન થવાની વાત કરે છે. એમેટીક ધર્મો આત્મા અને પરમાત્મા બન્ને તે એક માનતા નથી. આત્મા ને પરમાત્મા એ દર્શનોમાં ભિન્ન ગણવામાં આવે છે. શિન્હો ધર્મ કે કન્ફયુશીયશ ધર્મમાં પણ “દાઓ” એટલે કે પ્રભુના માર્ગ ઉપર ચાલવાની વાત કરવામાં આવેલ છે. આ દાઓ કે તાઓ એ તપનો માર્ગ છે. પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું
“ઘાટ ગડીયા પછી નામ રૂપ ઝુંઝવા અંતે તો હેમનું હેમ હોય”
આમ તમામ ધર્મના નામ જુદા છે. તેમની ઉપાસના પદ્ધતિ જુદી છે. તપશ્ચર્યા પદ્ધતિ જુદી છે પરંતુ એ તમામ ધર્મનો ઉદ્દેશે એક છે.
ખ્રિસ્તીધર્મમાં તપની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મની ઇમારત “પ્રેમ” ઉપર ચણાયેલી છે. Love they self. Love they universe. આ શબ્દો ખ્રિસ્તીધર્મના મશીનરી વર્ગના દ્યોતક છે. ખ્રિસ્તી મશીનરી સંસ્થાઓ ખ્રિસ્તી પાદરીઓ કે ખ્રિસ્તી સાધ્વીઓ પછી તે તેઓ રોમન કેથોલીકની હોય, પ્રોસ્ટેન્ટ હોય કે અન્ય સંપ્રદાયના હોય છે. તમામ માત્રને માત્ર પ્રેમના સંદેશાની વાત કરે છે. પ્રેમ એક ખ્રિસ્તી ધર્મના સંન્યાસી કે સંસારી માટે તપની આરાધનાનો પ્રથમ સોપાન છે. ખ્રિસ્તી ધર્મનો પ્રેમ એટલે વિશાળ છે કે તેમાં અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતોનો સમાવેશ થઈ જાય છે. પ્રેમ કરશે તો હિંસા પણ નહીં કરે, પ્રેમ કરશે તો સાચું બોલશે. પ્રેમ હશે તો વ્યક્તિ ચોરી નહિ કરે, પ્રેમ દ્વારા જ વફાદારી શક્ય બને અને પ્રેમ બ્રહ્મચર્યનો દ્યોતક છે. પ્રેમ હશે તો ખૂના મરકી નહિ કરે, સંગ્રહ નહિ કરે. આમ પ્રેમમાં જ સર્વનો સમાવેશ થઈ જાય છે.
વિશ્વના તમામ ધર્મોમાં તપનો મહિમા વર્ણવાયો છે. એટલા માટે જ તમામ ધર્મોએ તપશ્ચર્યાના માર્ગને અપનાવ્યો છે. પ્રાચીન ધર્મોથી લઈ અર્વાચીન ધર્મોની વાત કરીએ તો વૈદિક સંસ્કૃતિથી લઈ અથવા તો વૈદિક ધર્મોથી લઈ ઇસ્લામ અને બાહ્ય ધર્મ સુધીના તમામ ધર્મોમાં તપ મધ્યસ્થાન ધરાવે છે. સંસારી ને કે સન્યાસીએ તેની સાધના માટે તપશ્ચર્યા કરવી જરૂરી છે. આપણે અગાઉના પ્રકરણોમાં તપને શરીર સંદર્ભે, આધ્યાત્મિક ઉત્ક્રાંતિના વિકાસ સંદર્ભે હોઈ શકે પછી રોજીંદા જીવનમાં મનુષ્યનો વિકાસ સામાજીક વિકાસ કે આર્થિક વિકાસ હોઈ શકે. તપ ધાર્મિક દૃષ્ટિકોણમાંથી પ્રગટ થયેલ ઉદ્દેશ પણ ઉત્ક્રાંતિનો ઉદ્દેશ છે. ધાર્મિક કે આધ્યાત્મિક ઉદ્દેશ મનુષ્યને નૈતિક મૂલ્યોવાળી ડ્રાસ થવાથી મનુષ્યને સમગ્ર સમાજની કે સમગ્ર રાષ્ટ્રની પડતી થાય છે. આવા મૂલ્યોની અવગતિ રોકવા માટે તપશ્ચર્યા એક વિશિષ્ટ બળ તરીકે કામ કરે છે. સંસારીઓ માટે તેમના દૈનિકક્રમમાં તેમનો સમર્પણભાવ
૩૧૮