________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
અન્ય ધર્મોં પણ ધ્યાન- ચિંતન નિદિધ્યાસન, અલગ અલગ પ્રકારના ધ્યાન વિગેરેની વાત આવે છે. ધ્યાનને સમાધિ પણ કહે છે.
-
(૬) કાયોત્સર્ગ – કાયાને વિશિષ્ટ આસનમાં રાખવી તે કાયોત્સર્ગ તપ છે. બીજા શબ્દોમાં કહીએ તો બધી જ ચેષ્ટાઓનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
-
અન્ય ધર્મોમાં પણ કાયોત્સર્ગ એટલે કે દેહદમનની વાત આવે છે. દેહપીડન સ્વરુપે સ્વીકાર્યો છે.
આમ જુઓ તો મૂળભૂત વાત તો દરેક ધર્મના દર્શનકારોએ સ્વીકારી છે. માત્ર એની વ્યાખ્યા અલગ અલગ સ્વરૂપે આપી છે. મંજિલ એક છે. માર્ગ અલગ અલગ છે. સાધનાના દૌર પર જવા માટે દરેકે પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો છે અને સહુને પોતાની કક્ષા પ્રમાણે સફળતા મળી છે. જે જ્યાં સુધી ગયા તેણે ત્યાં સુધીની વાત કરી. એક મહાવીર એવા હતા કે તે સહુથી આગળ થયા એટલે એમને એ રીતનું જ્ઞાન પ્રાપ્ત થયું. એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું તેનું નામ છે કેવળ જ્ઞાન. આ કેવળજ્ઞાનમાં સુક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાન એટલે ત્રણ લોકનું (ઉર્ધ્વલોક, મધ્યલોક અને અર્ધાલોક) અને ત્રણે કાળનું (ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ) અંજલિવત એટલે કે હાથમાં જ દેખાય છે. આ જ્ઞાન આત્મા દ્વારા થાય છે માટે એના માટે મન કે ઇન્દ્રિયની જરૂર પડતી નથી. માટે મહાવીર સ્વામી આ જ્ઞાન સુધી પહોંચ્યા એટલે એમણે ઝીણામાં ઝીણી વાત કરી. બીજા સાધકો ત્યાં સુધી નથી પહોંચ્યા એટલે એમણે સ્થૂળ વાત કરી. એટલા ક્રિયાત્મક ધર્મમાં ફેરફાર આવે છે. પરંતુ ગુણાત્મક રીતે તો એક છે.
આ પ્રકારે તપથી લાભ તથા બાહ્યાભ્યાંતરને સમજવાથી ખ્યાલ આવી જશે કે તપની કેટલી બધી જરૂરિયાત છે પરંતુ આ કાળમાં પણ સહુ નસીબવાળા છે કે જ્ઞાની પુરુષો એ તપના અલગ અલગ પ્રકારો બતાવ્યા છે. કોઈ અન્નનો ત્યાગ કરીને કરી શકે છે તો કોઈ અન્નનો ઉપયોગ કરીને અન્નત્યાગ સિવાયના તપ દ્વારા પુરુષાર્થ આદરી પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે.
૩૧૭
આમ બાહ્ય તપ દ્વારા શારીરિક વિકારોને નષ્ટ કરીને તથા ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાનું છે તે સ્થૂલ શક્તિ કેન્દ્રોનું શોધન કરે છે. આત્યંતર તપની ભૂમિકાનું નિર્માણ કરે છે અને ક્રમશઃ શોધન કરે છે. આત્યંતર તપની ભૂમિકાનું નિર્માણ કરે છે અને ક્રમશઃ દેહાધ્યાસની ક્ષીણતાથી ભેદ વિજ્ઞાનની સ્થિતિ નિષ્પન્ન થાય છે. બાહ્ય તપ તિતિક્ષા, દેહ એને આત્માની ભિન્નતાનો બોધ કરાવે છે અને સંકલ્પ દઢતાને યોગ્ય શરીર અને માનસનું નિર્માણ કરે છે. આત્યંતર તપ અંદર થયેલા કષાયો, વિષયો, વાસનાઓનું દૂર કરે છે. કર્મોનો જે મેલ જામ્યો છે તેને સાફ કરી શુદ્ધતામાં વધારો કરે છે.