________________
તપશ્ચર્યા
અર્થાત્ વિનય જિનશાસનનું મૂળ છે. વિનીત જ સંયમી હોય છે. જે વિનય શૂન્ય છે. તેને શું ધર્મ અને શું પાપ ?
વિનયના મુખ્ય સાત ભેદ છે.
सत्तविहे विणए पणते तं जहा
-
પ્રકરણ ૨
णाणविणए, दंसण विणए चरित्त विणए, मणविणए, वयविणए, काय विणए, लोगोवचार विणए ।
ઠાણાંગ સૂત્ર- ૭ મે ઠાણે એટલે કે (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાય વિનય (૭) લોકોપચાર વિનય.
નાના મોટાનો વિનય કરવો એ તો દરેક ધર્મોમાં બતાવેલ છે. સહુ સાથે ભાઈચારાની જેમ રહેવાની વાત બતાવી છે. ભાઈચારો ત્યારે જ કહી શકાય કે વિનય હોય. ભગવાનનો વિનય પછી પહેલા મા-બાપના વિનયની વાત કરી છે.
(૩) વૈયાવચ્ચ । 1 । – વૈયાવચ્ચનો અર્થ છે સેવા. ઠાણાંગસૂત્રમાં આના દસ પ્રકાર બતાવવામાં આવ્યા છે.
સેવાધર્મ એ ગહન છે. એ તો કોઈ ભાગ્યશાળીને જ સેવા કરવાનો મોકો મળે છે.
સેવા કરવાની વાત પણ દરેક ધર્મોમાં બતાવી છે. એમાં પણ ખ્રિસ્તીધર્મે આનો વ્યાપક પ્રચાર કર્યો છે. આની મીશનરીઓ પણ સારી રીતે ચાલી રહી છે.
(૪) સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન કરવું એટલે કે જે કાંઈ શીખ્યા હોઈએ તેનું સ્વને લક્ષમાં રાખીને અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે.
અન્ય ધર્મોમાં પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગીતાજીમાં સ્વાધ્યાયને જ્ઞાનયજ્ઞ કહ્યો છે. શ્રી કૃષ્ણજી કહે છે કે .
1
સ્વાધ્યાય : જ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતા । ગીતાજી ૪/૨૮
સ્વાધ્યાય અને શાસ્ત્રાર્થ જ્ઞાનરૂપ યજ્ઞ કરવાવાળા પ્રયત્નશીલ પુરુષો છે.
श्रेयान्द्र व्यमयधज्ञाम्जन यज्ञः परंतप्प ।
હે પરંતપ ! દ્રવ્ય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન શ્રેષ્ઠ છે.
सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ।
(ગીતાજી)
૩૧૫