________________
તપશ્ચર્યા
હે પાર્થ ! સમસ્ત નિઃશેષ કર્મ મોક્ષ સાધન રુપ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. તૈત્તરીય ઉપનિષદમાં
પણ સ્વાધ્યાયને તપ કહ્યો છે.
—
પ્રકરણ
તપોદિ સ્વાધ્યાય : | તૈત્તરીય આરણ્યક ઉપનિષદ
સ્વાધ્યાય જ સહુથી મોટું તપ છે.
नवि अत्थि नवि य होई सज्झयं समं तवो कम्मं ।
સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી અને ભવિષ્યમાં થશે નહિ. ભગવતી સૂત્રમાં પણ સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. सज्झाए पंचविहे पत्ते तंजहा (ભગવતી સૂત્ર)
वायणा पडिपुच्छणया, परियट्टणया अणुपेहा धम्मका ।
(૧) વાચના (૨) પુચ્છના (૩) પરિયટ્ટણા (૪) અનુપ્રેક્ષા (૫) ધર્મકથા “તૈતરીય ઉપનિષદ માં કહ્યું છે કે સ્વાધ્યાયમાં અસાવધાની, લાપરવાહી, અર્થાત્ પ્રમાદ ન કરો.
સ્વાધ્યાયાના પ્રમદ્: | તૈતરીય ઉપનિષદ
સ્વાધ્યાય કરવામાં અપ્રમત રહો.
(૫) ધ્યાન
ધ્યાન એટલે એકાગ્ર બની જવું.
જૈન સિદ્ધાન્ત દીપિકામાં ધ્યાનની પરિભાષા બતાવતા કહ્યું છે કે—
ાપ્રવિતા યોગનિરોધો વ ધ્યાનમ્ । (જૈન સિદ્ધાન્ત દીપિકા)
એકાગ્ર ચિંતન તથા મન-વચન કાયાની પ્રવૃત્તિ રૂપ યોગોને રોકવા તે ધ્યાન છે.
ધ્યાનમાં આત્મા ઉપર પડલા દરેક પ્રકારના સંસ્કારો નીકળે છે. એનાથી આત્મા પર લાગેલા દોષો દૂર થાય છે. એટલા માટે આત્મશુદ્ધિ માટે ધ્યાન એક ઉત્તમ તપ છે. નિયમસારમાં પણ ધ્યાનની વિશેષતા બતાવતા કહે છે કે
-
૨
૩૧૬
झाणणिलीणो साहु परिचागं कुपा र सव्व दोसाणं ।
तुम्हा दुझाणमेव हि सव्वहि पारस्स पडिक्कमणं ॥ (નિયમસાર)
ધ્યાનમાં લીન થયેલા સાધક બધા દોષોનું નિવારણ કરી લે છે એટલા માટે ધ્યાનથી જ બધા અતિચારો અર્થાત્ દોષોનું પ્રતિક્રમણ છે.