________________
તપશ્ચર્યા
પ્રકરણ ર
ખૂબ જ આવશ્યક છે. જે મનુષ્યો જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિને સંપૂર્ણ સમર્પણભાવથી પૂર્ણ કરવી એ એક તપશ્ચર્યા છે. આ દૃષ્ટિએ જોઈએ તો તપશ્ચર્યા પ્રત્યેક વ્યક્તિના જીવન સાથે અતૂટ બંધનથી જોડાયેલા છે. તપશ્ચર્યા આધ્યાત્મિક અથવા ધાર્મિક પક્ષની વાત કરીએ તો તમામ ધર્મ સંપ્રદાયો અથવા આધ્યાત્મિક દૃષ્ટિકોણ અંતે તો માત્ર એક જ ધ્યેયને અનુલક્ષીને અલગ જણાય છે. તમામ ધર્મોનું અંતિમ ધ્યેય મોક્ષપ્રાપ્તિનું જોવા મળે છે.
क्रोड विघ्न दूर टले, वांछित फले तत्काल ।
जो भाविजन नित तप करे, तस घर मंगलमाल ॥
-
ભારતના જેટલા પણ સંત મહાત્મા છે. એમાં પ્રાયઃ કરી એવા હશે કે જેમના જીવનમાં થોડા કે વધારે તપ જોવા મળે છે. મહાત્મા ગાંધીજી જેવા પણ અનેક પુરુષો થઈ ગયા ક્યારે ખાવુ, કેટલું ખાવું આ બધાનું ધ્યાન રાખતા હતા. ખાવા પર સંયમ રાખવો એ પણ એક તપ છે. આ તપ આપણી સંસ્કૃતિ છે. માટે જ કહ્યું છે કે
તપથી વિઘ્નો દૂર થઈ જાય છે. મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. નિત્ય તપની આરાધના કરે છે. તેના ઘરે મંગળ જ થાય છે. એવા તપની નિત્ય આરાધના કરીએ અને એના મહત્ત્વને સમજીએ..
ભારતીય સંસ્કૃતિક જીવનનું આપણે અધ્યયન કરીએ તો સૂર્યના પ્રકાશની જેમ એ સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની અધ્યાત્મવાદની વિચારધારા હોય કે અજિતકેસકમ્બલીની ભૌતિકવાદી વિચારધારા હોય કે ગોશાલકની નિયતિવાદી વિચારધારા હોય બધામાં તપના સ્વરો ઝંકૃત થયેલા છે. સાધના પદ્ધતિમાં તપના લક્ષ્ય અને સ્વરૂપ સંબંધમાં કંઈ વિચારભેદ અવશ્ય છે. પરંતુ તપનું મહત્વ તો સમાન જ છે.
ભરતસિંહ ઉપાધ્યાયે બોદ્ધદર્શન તથા અન્ય ભારતીય દર્શનમાં લખ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં જે કાંઈ પણ શાશ્વત છે, જે કાંઈ પણ ઉદાત્ત તથા મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. તે બધુ તપસ્યાયી યુક્ત છે. તપસ્યાથી જ આ રાષ્ટ્રનું બળ અને ઓજ ઉત્પન્ન થએલ છે. તપસ્યા ભારતીય દર્શનની નહીં પણ એના સમસ્ત ઇતિહાસની પ્રસ્તાવના છે. પ્રત્યેક ચિંતનશીલ પ્રણાલી પછી તે આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય બધી તપશ્ચર્યાની ભાવનાથી યુક્ત છે. એના વેદ, વેદાન્ત, દર્શન, પુરાણ, ધર્મશાસ્ત્ર વગેરેના વિદ્યાસાધકો જીવનની સાધનારૂપ તપશ્ચર્યાના એકનિષ્ઠ ઉપાસક છે.
૩૧૯
તપ સંબંધમાં અનુચિંતન કરતા સુપ્રસિદ્ધ ગાંધીવાદી વિચારક કાકા કાલેલકરે કહેલ છે કે બુદ્ઘકાલીન ભિક્ષુઓની તપસ્યાના પરિણામ સ્વરૂપ જ અશોકનું સામ્રાજ્ય અને આર્યકાલીન સંસ્કૃતિનો વિસ્તાર થયેલ શંકરાચાર્યની તપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું. મહાવીરની તપસ્યાથી અહિંસા ધર્મનો