________________
તપશ્ચર્યા
પ્રકરણ ૩
બુદ્ધ તથા ગોશાલના શિષ્યોની સમાનતા કહતી બુદ્ધના શિષ્ય શ્રમણિ કહેવાતા હતા અને ગૌશાલકના આજીવક શ્રમણ હતા. આ બન્ને યજ્ઞ, કર્મકાંડ, આદિને સામાન્ય કરી ત્યાગ, તપશ્ચર્યા અને કઠોર સાધનામાં વિશ્વાસ રાખતા હતા. એટલા માટે શ્રમણ કહેવાતા હતા. આમાં પણ ગૃહસ્થધર્મ નિવૃત્તિ પ્રધાન હતો. તેથી આચાર માર્ગમાં પણ નિવૃત્તિનો સ્વર ગૂંજતો હતો. શ્રમણો અને ગૃહસ્થોની આચારસંહિતામાં પ્રાયઃ નિવૃત્તિ-ત્યાગની વિશેષ પ્રેરણા મળે છે.
આજીવકોનો આચાર તથા સિદ્ધાન્ત
-
આજીવક ભિક્ષુ ચાર પ્રકારના તપ કરતા હતા (૧) ઉગ્રતપ (૨) ઘોર તપ (૩) રસનિર્મૂહણ અને (૪) જે સ્વેન્દ્રિય પ્રતિસંલીન્તાવ તપઃ | 1 | આ ચારે પ્રકારના તપ ખૂબ જ દુષ્કર હતા આ તપના નામથી જ ખ્યાલ આવે છે.
આજીવક ભિક્ષુ એકબાજુ ઉગ્ર તપ કરતા હતા તો બીજી બાજુ તેઓ વનસ્પતિ, કાચા અને સચિત ફળ આદિનો ઉપયોગ કરતા હતા. । 2 |
—
સૂયગડાંગસૂત્ર અનુસાર પોતાના માટે બનાવેલા આહાર ગૃહસ્થને ત્યાંથી ગ્રહણ કરતા હતા.
ઔપપાતિકસૂત્ર અનુસાર ગામ-નગર વિગેરે જગ્યામાં આજીવકો રહેતા હતા. તેઓ અલગ અલગ પ્રકારે ભિક્ષા ગ્રહણ કરતા હતા. ભિક્ષા સમયે વીજળી પડે તો ભિક્ષા નથી લેતા અને ભિક્ષા ન મળવા પર ઉપવાસ કરી લેતા હતા. કોઈ માટીના મોટા વાસણમાં તપ કરવાવાળા હતા. આવા આચાર દ્વારા આજીવક શ્રમણ પર્યાયનું પાલન કરીને બારમાં દેવલોક સુધી જાય છે. બાવીસ સાગરોપમની સ્થિતિ રહેલી છે. તે આરાધક નથી હોતા.
આજીવક શ્રમણોપાસના નિયમો
આજીવક ઉપસાકના નિયમ સરળ હતા
(૧)
માતાપિતાની સેવા કરવી.
(૨) ગૂલર, વડ, બોર, સત્તર અને પીપળો આ પાંચ ફળોનો ત્યાગ કરતા હતા.
(૩) કાંદા, લસણ અને કન્દમૂળનું સેવન કરતા હતા.
(૪)
૩૨૬
બળદના નાક,કાન વિંધતા ન હતા અને નપુંસક પણ બનાવતા ન હતા. પંદર કર્માદાનોથી વિરકત રહેતા હતા.
(૫) ત્રસ જીવનો હિંસા કરતા ન હતા. આજીવકમંતમાં બાર ઉપાસકો હતા.