________________
તપશ્ચર્યા
અન્ય ધર્મોમાં પણ વેહ વુલ્લું મહા ાં એટલે કે કાયાને કષ્ટ આપવાથી મહાન લાભ થાય છે. કોઈ ઉભા ઉભા, કોઈ એક પગે ઉભા રહીને, કોઈ બેઠા બેઠા, કોઈ કાનને વિધિને આમ અનેક રીતે કષ્ટને સહન કરે છે.
પ્રકરણ ૨
(૬) પ્રતિસંલીનતા – ઇન્દ્રિયોને જ્યાં ત્યાં જવા ન દે એને ગોપવીને રાખે. જેમ શિકારી આવતા જ કાચબો પોતાની ઇન્દ્રિયોને અંદર લઈ લે છે અને પોતે સુરક્ષિત બની જાય છે તેવી જ રીતે સાધક આત્માએ પણ ઇન્દ્રિયોને ગોપવીને સુરક્ષિત રહેવાનું છે.
અન્ય ધર્મોમાં પણ ઇન્દ્રિયોને ગોપાવવાની વાત બતાવી છે અને એના માટેના વિવિધ પ્રયોગો પણ બતાવવામાં આવ્યા છે.
આત્યંતર તપ
(૧) પ્રાયશ્ચિત – પોતાનાથી થયેલા પાપોનો પસ્તાવો કરવાનો છે. પશ્ચાતાપ કરવાનો છે. જે ગુરુ દ્વારા જ આપવામાં આવે તેને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે.
ઠાણાંગસૂત્રમાં દશ પ્રકારના પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યા છે. અન્ય ધર્મોમાં પણ પ્રાયશ્ચિત એટલે કે દંડનું વિધાન છે. પાપ કરવાની વાત કોઈએ નથી કરી પણ પસ્તાવો કરવાની વાત દરેકે કરી છે. અલગ અલગ પ્રકારના પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યા છે. ઇસ્લામ ધર્મમાં પણ પ્રાયશ્ચિતને “તોબા” કહે છે. “તોબા”નો ઉપયોગ ૬ અર્થમાં કર્યો છે. (૧) કરેલા પાપોનો પશ્ચાતાપ (૨) ફરી પાપ ન થાય તેની સાવધાની (૩) અલ્લાહ માટે કરવામાં આવેલું જે કર્મ છે તેમાં રહેલી ખામીઓને દૂર કરવી (૪) કોઈની સાથે પણ અનુચિત વ્યવહાર કર્યો હોય તો તેની ક્ષમા માંગવી (૫) ભોગો દ્વારા વધેલા શરીરને સુકાવી દેવું (૬) અને મને પાપ કરવામાં જે રસ બતાવ્યો છે તે મનને તડપાવવો એટલે કે મજા માણવા ન દેવી. આ છ અંગોના સમન્વયને “તોબા” કહેવામાં આવે છે. આ તોબાના નામથી પ્રાયશ્ચિતનું વિધાન ઇસ્લામમાં છે. એવી જ રીતે બૌદ્ધ પરંપરામાં આઠ પ્રકારના પ્રાયશ્ચિત બતાવ્યા છે. (૧) પારાજિક (૨) સંઘાદિશેષ (૩) નૈસર્ગિક (૪) પાચિત્તિય (૫) અનિયત (૬) પ્રતિદેશનીય (૭) સેખિય (૮) અધિકરણ સમય.
(૨) વિનય – વિનયને જિનશાસનું મૂળ કહેવામાં આવ્યું છે.
–
विणओ जिणसासणं मूलं विणीओ संजओ भवे ।
विणयाओ विप्पमुद्धस कओ धम्मो कओ तवो ॥
૩૧૪