________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અન્ય ધર્મોમાં પણ જીવતે જીવ સમાધિ લઈ લે છે. એ અનશનનો જ એક પ્રકાર છે. જમીનમાં મરેલા જાનવરના શબમાં કે પાણીમાં સમાધિ લઈ લે છે.
અનશન તપના બે પ્રકાર છે. ઇતરિક અને યાવત્રુથિક.
ઇ–રિકમાં કોઈ ચતુર્થભક્ત, અઠ્ઠમ ભક્ત કે ષષ્ઠભક્ત એટલે બે-ત્રણ, ચાર ઉપવાસ થાય છે અને માવજીવનમાં જીવનપર્યન્તના પ્રત્યાખ્યાન કરે છે.
(૨) ઉણોદરી તપ – ઉણોદરી તપનો અર્થ છે જેટલો ખોરાક એટલે કે ખાવાની ઇચ્છા હોય એના કરતા ઓછું ખાવું.
વૈદિક પરમ્પરામાં પણ ચાંદ્રાયણ તપ બતાવ્યું છે જે પૂર્ણિમાં પછી વદ એકમથી એક કોળીયો ઘટાડતા જવાનું છે.
એકાદશીના દિવસે પણ તુલસીના પાન ઉપર રહે એટલો જ આહાર કરવાનું બતાવ્યું છે. આ પણ એક ઉણોદરી જ છે.
અન્ય ધર્મોમાં પણ ઓછું ખાવાની વાત બતાવી છે. આજનું વિજ્ઞાન પણ આ વાતનો સ્વીકાર કરે છે. જેટલું ઓછું ખાઈશું એટલું સ્વાથ્ય સારું રહેશે. આળશ, પ્રમાદ હેરાન નહિ કરે અને બચેલા અનાજથી બીજાનું પણ પેટ ભરી શકાય છે.
(૩) વૃત્તિસંક્ષેપ – આ તપ સાધુ- સન્યાસીઓનું નિત્ય તપ છે. ભિક્ષામાં તો જેવો મળે તેવો આહાર કરવો પડે છે. માટે જ જૈન સાધુ આજે પણ ઘરે ઘરે જઈને ભિક્ષા લે છે અને એનાથી પોતાના જીવનનો નિર્વાહ કરે છે.
અન્ય ધર્મોમાં પણ સન્યાસીઓ ભિક્ષા લઈ આવતા અથવા પોતે મનમાં ધાર્યું હોય એના ઘરે જતા ને ભિક્ષા કરતા.
(૪) રસ પરિત્યાગ – જે આહારમાં વિવિધ પ્રકારના રસો આવતા હોય જેનાથી મન લોભાઈ જતુ હોય એવા રસોનો ત્યાગ કરી દે છે. જેનાથી સ્વાદપિપાસા પર નિયંત્રણ કરી શકાય છે. કારણ કે આજે મોટાભાગના લોકો ભૂખથી કે પેટ ભરવા માટે ખાવા કરતા જીભના સ્વાદ માટે વધારે ખાય છે.
અન્ય ધર્મોમાં પણ રસવૃત્તિ વસ્તુઓનો ત્યાગ કરવાની વાત બતાવી છે પરંતુ આજે તો “સાપ ગયા ને લીસોટા રહ્યા” આવી હકીકત જોવા મળે છે.
(૫) કાયકલેશ તપ – ગરમીમાં ખુલ્લા પગે કે મર્યાદિત વસ્ત્રમાં સૂર્યની આતાપના લેવી અથવા ઠંડીમાં આજ રીતે ઠંડીને સહન કરવાની વાત બતાવી છે.
(૩૧૩)