________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
જૈનદર્શનમાં ભગવાન મહાવીરે પણ તપના ગુણ ગાયા છે. કારણકે તેમણે સ્વંય ઉપર જ પહેલાં પ્રયોગ કર્યો હતો. પોતે જ તપશ્ચર્યામાં એકરૂપ થઈ ગયા હતા. તેમણે પોતાના જ્ઞાન દ્વારા જાણ્યું કે કર્મોને ખપાવવા હોય તો તપ એક સરળ અને સચોટ ઉપાય છે.
भवकोडी संचियं कम्मं तवसा निजरीजई । કરોડોભવોના બાંધેલા કર્મો સમ્યફ રીતે તપ કરવામાં આવે તો ક્ષણવારમાં નષ્ટ થાય છે. ભગવાન મહાવીરે અન્ન-પાણીનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરી છે. જેટલી ભુખ લાગી હોય તેના
કરતા પણ ઓછું ખાઈને તપશ્ચર્યા કરી છે. - ક્યારેક અમૂક પ્રકારનો આહાર કે અમુક રીતે મળે તેવો જ આદર કરવો. આવા અભિગ્રહ
પણ કરતા હતા.
લુખ, સુકુ - ફૂલ આહાર કરતા હતા. - કલાકોના કલાકો સુધી ઉભાં ઊભાં કે બેઠાં બેઠાં કાયાને સ્થિર રાખીને ચિંતન કરતા હતા. - ઇન્દ્રિયોને સ્થિર કરી ગોપવી રાખતા હતા એટલે કે જ્યાં ત્યાં જવા દેતા ન હતા.
જે કોઈ એમને દુઃખ કે કષ્ટ આપતા ત્યારે મહાવીર સ્વામી એમનો સામનો કરતા ન હતા પરંતુ સ્વીકાર કરતા હતા અને કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરતા હતા. નાના હોય કે મોટા હોય બધા જ એમના માટે સરખા હતા માટે દરેકનો વિનય કરતા હતા સહુને સરખા જ સન્માનતા હતા. દ્રવ્યથી અને ભાવથી વૈયાવચ્ચ કરતા હતા અને અન્યને પણ વૈયાવચ્ચ કરવાની પ્રેરણા આપતા
હતા. - સતત સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન કરતા હતા. આત્માની નજીક રહેવા માટે બહારની
સર્વ વસ્તુનો ત્યાગ કર્યો હતો. મહાવીર સ્વામી સાધનામાં એટલી બધી હરણફાળ ભરી કે કલાકોના કલાકો અને દિવસોના દિવસો સુધી, દિવસ હોય કે રાત હોય એ બેઠા બેઠા કે ઉભા ઉભા સ્થિર થઈને ધ્યાન ધરતા હતા. કોઈ આવેતોય ભલે અને કોઈ ન આવે તોય ભલે એ ધ્યાનમાં મગ્ન રહેતા હતા.
સ્વચિંતનમાં મસ્ત રહેતા હતા. - મહાવીર સ્વામી જંગલોમાં પહાડો ઉપર, ગૂફામાં, શુન્યઘરોમાં, નિર્જન વગડામાં, સ્મશાનમાં