________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
♦
તે જૈનધર્મનો પાયો છે. હિન્દુધર્મમાં પણ મન, વચન અને કાયાથી કરીને કદી કોઈપણ જીવોને કલેશની ઉત્પત્તિ ન કરવી તેવો ભાવ સુક્ષ્મતાનો ઘોતક છે. જૈનદર્શને તો તપના પણ ૧૨ પ્રકારો વર્ણવીને વિશ્વને તપશ્ચર્યારૂપી પ્રસાદની અનોખી ભેટ આપી છે. જૈનદર્શનની તપશ્ચર્યાના આ બાર પ્રકારો તેના યથાર્થ સ્વરૂપમાં અમલ મૂકવામાં આવે તો વિશ્વની તમામ વ્યાધિઓ અચૂક દૂર કરી શકાય તેમ છે. વિશ્વમાં માત્ર શાંતિ, સદ્ભાવના, ભાઈચારો તમામને માટે ભોજન, તમામની તૃષા સંતોષાય તે માટે પ્રાપ્ત જળ, હવા તેમજ કુદરતી સંપત્તિ પણ તેની સમતુલા જાળવી શકે તેમ છે. જૈનદર્શનમાં તપશ્ચર્યાના આ પાસાઓનો વિશેષ મહત્ત્વ બતાવવા પાછળ એવું કહ્યું નથી કે અન્ય ધર્મોમાં આ પાસાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. અન્ય ધર્મોએ સ્થળ અને કાળને ધ્યાનમાં રાખી મનુષ્યએ કુદરતી સમતુલા જળવાઈ રહે તેવા નિયમોનું પાલન કરવા માટે તેમની વાણીમાં નિયમો સુચવ્યા છે અને સ્થળ, કાળના કારણે કેટલીક છૂટછાટો પણ આપવામાં આવતી જણાય છે. આ તમામ દષ્ટિકોણને ધ્યાનમાં લેતા તપ એ મનુષ્ય જીવન સાથે અભિન્ન પણે જોડાયેલું છે. માત્ર સન્યાસીઓએ તપ કરવું તેઓ તેને અર્થ કદીએ થતો નથી. જો દાનને તપ વૈશ્વિક પરંપરામાં ઉલ્લેખવામાં આવે તો ઇસ્લામમાં ફરજિયાતપણે દાનના સિદ્ધાન્તને પણ તપશ્ચર્યા તરીકે લેવું ઘટે.
૩૧૦
બૌદ્ધ ધર્મની વાત કરીએ તો બૌદ્ધ ભગવાને સુચવેલો માર્ગ અતિ સરળ નથી તેમજ અતિ કઠિન નથી પરંતુ તે માર્ગ મધ્યમ માર્ગ છે. બૌદ્ધ દર્શને ચાર આર્ય સત્યો જગત સમક્ષ મુક્યા છે. જેમાં પહેલુ આર્ય સત્ય છે. દુઃખ. દુઃખ શું છે તેનો ઉલ્લેખ કરતા બુદ્ધ જણાવે છે કે જન્મ, ઘડપણ, વ્યાધિ અને મરણ દુઃખ છે. અપ્રિય વ્યક્તિ સાથેનું મિલન પણ દુ:ખ છે. પ્રિયજનોનો વિયોગ દુઃખ છે. આમ તમામ બાબતો દુઃખમાંથી નિષ્પન્ન થાય છે તો પછી તે દુઃખ શાને કા૨ણે જન્મે છે તે કારણ શોધવા માટે બૌદ્ધ ધર્મમાં બીજું આર્યસત્ય છે. એ આર્યસત્ય છે દુઃખનું કારણ. દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું આર્યસત્ય દુઃખમાંથી મૂક્તિ છે અને ચોથું આર્યસત્ય બૌદ્ધ ધર્મમાં મૂકેલ છે તે દુ:ખોમાંથી મૂક્ત થવાના તપશ્ચર્યાનો માર્ગ છે. જેને અષ્ટાંગમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ અષ્ટાંગમાર્ગને ટૂંકમાં કહીએ સમ્યક જ્ઞાન, સમ્યક્ સંક્લપ, સમ્યક્ વચન, સમ્યક્ કર્મ, સમ્યક્ જીવન, સમ્યક્ પ્રવૃત્તિ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક્ સમાધિ થોડે ઘણે અંશે બોદ્ધ ધર્મના શ્રી પંતજલિ મુનિએ વર્ણવેલા અષ્ટાંગ યોગ સાથે બુદ્ધનો અષ્ટાંગમાર્ગ મળતો આવે છે.
બૌદ્ધદર્શન અન્તિમ ધ્યેય તરીકે નિવાર્ણને સુચવે છે. નિવાર્ણને ઇસ્લામમાં “ફના હિ અલ્લા” તરીકે ઓળખવામાં આવે છે. નિવાર્ણ એટલે માત્ર દેહમાંથી ચેતનની વિદાય તેઓ નથી પરંતુ નિવાર્ણ એટલે અન્તિમ દ્રવ્ય સાથે એકરૂપ થઈ જવું તેવો થાય છે.