________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
છે. સાધુને તે માત્ર તમામ ઇન્દ્રિય સુખોનો ત્યાગ કરવાનું જ છે તેટલું પુરતુ નથી સાધુ કે સન્યાસી અથવા સાધકે તો મન, વચન અને કાયાથી કરીને તમામ સુખોનો ઉપભોગ પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે અને તો જ તેને સિદ્ધિ હાંસલ થઈ શકે અન્યથા નહીં. શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ કહ્યું છે કે....
હામૂત્ર ત્તેપુ પોન વિરા” એટલે કે આ લોક અને પરલોકના ફળોનો ઉપભોગ પ્રત્યે વૈરાગ્ય ભાવના કેળવવી તે જ સાધક માટે તપશ્ચર્યા છે. તપસ્વી માટે તો મનથી પણ શરીર સુખ, ઇન્દ્રિય સુખ કે સંસારના કોઈપણ સુખોની કલ્પના કરવાની નથી. આમ સન્યાસીની તપશ્ચર્યા એ ખૂબ જ આકરી તપશ્ચર્યા છે.
પૌર્વાત્ય દર્શનને પાશ્ચાત્ય મીમાંસકો હંમેશા નિરાશાવાદી દર્શન તરીકે ઉતારી પાડવાની કોશીશ કરતા આવ્યા છે. પરંતુ તે મીમાંસકો પારમાર્થિક સત્તાના સંદર્ભમાં ભારતીય દર્શનોની મૂલવણી કર્યા સિવાય જ માત્ર કર્તાના બળથી ટીકાઓ કરે છે. જે ટકી શકે તેમ નથી. સન્યાસી માટે તમામ સુખોનો ત્યાગ એટલે પારમાર્થિક સુખ અથવા પારમાર્થિક સત્યની તુલનામાં દૈહિક તેમજ ઐહિક સુખોના ભોગવટાનો ત્યાગ તે રીતે મૂલવવાનું છે. જયારે પરમતત્ત્વની વાત હોય તો દુનિયાની તમામ સુખ સાહ્યબી તમામ સુખો નકામા બની જાય છે. એક સાયકલ સવારને મોટર બાળક અથવા કારના સંદર્ભમા સાયકલનો ભોગવટો કે તેનું સુખ સામાન્ય લાગે છે. જો સામાન્ય લૌકિક સંદર્ભમાં તેણે રચેલી માયાની દુનિયાના તમામ સુખો તમામ ચીજ વસ્તુઓ અતિ ક્ષુલ્લક લાગે તે વાતમાં કદી બે મત થઈ શકે નહી. આમ સાધુ કે સન્યાસીની તપશ્ચર્યા સામાન્ય જનને શરીર કષ્ટ લાગે તો તો નિર્વિવાદ બાબત છે. પરંતુ સામાન્ય જનની કે પાશ્ચાત્ય ટીકાકરની દલીલ એટલા માટે ટકી શકે નહિ કારણકે તે સામાન્ય જન પારમાર્થિક સત્ય કે પારમાર્થિક સુખના વિચાર કરવા પૂરતો પણ સક્ષમ નથી. આમ સાધુ માટે આકરી તપશ્ચર્યા શરીર કષ્ટ નથી, દેહદમન નથી અથવા આત્મદહન કે ઇચ્છાઓનો વિચ્છેદકે શમન, દમન નથી પરંતુ પારમાર્થિક સત્તા અંતિમ સત્ય પામવા માટે ઉત્ક્રાંતિનું પ્રથમ સોપાન છે.
અનાદિકાળથી મન ઉપર જે સંસ્કારો પડ્યા છે તેને લલકારીને તેનો ક્ષય કરવામાં પ્રવૃત્ત થવું તે યુદ્ધને આગમની પરિભાષામાં તપ કહે છે.
આ સંસ્કારના નાશની સાધના પહેલાં તો અનુકૂળ વાતાવરણમાં રહીને કરવી જોઈએ અને અનુકૂળ વાતાવરણમાં રહેતાં રહેતાં વિકલ્પો અથવા તીવ્ર કષાયો આદિનું દમન થઈ જાય તેથી સંતોષ માનવો ન જોઈએ. કારણ કે પ્રતિકૂળ વાતાવરણમાં પણ વિકલ્પ કે કષાય ઉપડી ન આવે ત્યારે જ તેનું સાચું દમન થયું કહેવાય. અનુકૂળ સંજોગોમાં રહીને પણ જ્યારે દમન શક્તિ વૃદ્ધિ પામે ત્યારે તે બળ શક્તિ પ્રતિકૂળ વાતાવરણમાં જઈને સાધનાની સફળતાની પરીક્ષા કરવી જોઈએ.
ક્રોધ ત્યારે આવે છે જ્યારે સામે ક્રોધના પ્રયોજનવાળી વ્યક્તિ ઊભી હોય, સામે કોઈ ન હોય ત્યારે તો કોઈ પણ માણસ શાંત રહી શકે છે. પણ જ્યારે કોઈ સામે આવે. ક્રોધનું પ્રયોજન પ્રત્યક્ષ થાય, તેવા
૨૫)