________________
તપશ્ચર્યા
मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिध्धये,
बाह्यामाम्भयंन्तरं चेत्थं तपः कुर्यान् महामुनिः ॥
પ્રકરણ
-
વિનય એ જ ધર્મનું મૂળ છે અને તે તપરૂપ હોવાથી તપ એ જ સર્વ ધર્મોનું મૂળ છે. જ્ઞાનસારના “તપાષ્ટક'માં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ એ જ ફરમાવે છે
૨
મહાવ્રતાદિ મૂલ ગુણો અને નિયમ અભિગ્રહાદિ ઉત્તર ગુણ શ્રેણીના વિશાળ સામ્રાજ્યને મેળવવા માટે મહામુનિ બાહ્ય અને અત્યંતર તપનું અવશ્ય આરાધન કરે છે.
દશૈવકાલીક સૂત્રમાં પણ કહ્યું છે કે....
(૧) ધમ્મોમાતમુન્નુિ અહિંસા, સંનમો તવો ।
શયંભવ આચાર્ય મહારાજાએ કહ્યું છે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. એ કેવો છે ? તે એમાં અહિંસા, સંયમ, તપ બતાવ્યો છે.
સર્વ મંગલોમાં તપ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે. આ વાક્ય સર્વ સિદ્ધાંતોના સાર રૂપે છે. જેમ શ્રી નમસ્કાર મહામંત્ર એ ૧૪ પૂર્વનો સાર છે અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલછે તેમ તપના વિનયાદિ પ્રકારોમાં શ્રી નમસ્કાર મંત્રનો સમાવેશ થયેલો હોવાથી તપ પણ અપેક્ષાએ ચૌદ પૂર્વનો સાર અને સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
તપના પ્રભાવે સર્વ પ્રકારની લબ્ધિઓ પ્રગટે છે. તપ એ સર્વ વિઘ્નો (અમંગલ)ને દૂર કરી સર્વ પ્રકારનું મંગલ છે. શારીરિક અને માનસિક વિકારોનો વિલય તપ વડે થઈ જાય છે. તપ વડે વાસનાનો સર્વનાશ થઈજાય છે. બ્રહ્મચર્યનું તેજ ખીલે છે અને પરબ્રહ્મ (પરમાત્મા)માં તનમયતા પ્રાપ્ત થાય છે. માટે તપ એ સર્વ યોગામાં શ્રેષ્ઠયોગ પણ છે.
૨૯૮
તપમાં ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ (ચારિત્રયોગ)નો પણ સમાવેશ થયેલો હોવાથી તપ એ પરમ યોગાધિરાજ છે.
અષ્ટાંગયોગમાં પણ નિયમ, ધ્યાન, સમાધિએ તપ રૂપ છે તે માટે તપ એ રાજયોગ છે. “યોગ અસંખ્ય જિન કહ્યા નવપદ મુખ્ય તે જાણો રે” નવપદ તપ એ સર્વયોગોમાં ઉત્કૃષ્ટ યોગ છે.
વિનય અને વૈયાવચ્ચ એ ભક્તિયોગ હોવાથી સમ્યક્ દર્શન સ્વરૂપ છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય એ જ્ઞાનયોગ હોવાથી સમ્યક્ જ્ઞાન સ્વરૂપ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ સ્વરૂપ રમણતા રૂપ ચારિત્રયોગ હોવાથી એ સમ્યક્ ચારિત્ર છે.
सम्यक् दर्शनज्ञान-स्वारित्राणि मोक्षमार्गः ।