________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૨.૯ તપનું સ્પષ્ટ થતું સમગ્ર ચિત્ર (આરંભથી અંતિમ લક્ષના સંદર્ભે)
રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા ને જાહેરાત થઈ કે ટ્રેન અડધો કલાક લેટ છે. હવે અડધો કલાક શું કરવાનું ? કેન્ટીંગ, ગપ્પા, ચર્ચા, છાપા વાચવામાં આર્તધ્યાન કરી પાપ ને વધારવાના..
પરમાત્માનો આપણા ઉપર જબરદસ્ત કોટીનો ઉપકાર છે કે પાપની ઓળખાણ આપી અને તેનો દંડ પણ બતાવ્યો. અનંત કાળથી આપણને ઓળખાણ હતી જ નહિ, માટે આપણી એક જ કથા હતી પાપ કરતા ગયા ને દંડ ભોગવતા ગયા. એકવાર પાપને વારંવાર દંડ... દંડ.. પાપ જરૂરી લાગ્યું. આવશ્યક લાગ્યું અને પાપનું આકર્ષણ પણ હતું. પરંતુ આપણા નસીબ સારા કે ઓળખાણ પણ થઇ અને દંડનો પણ ખ્યાલ આવ્યો. બસ એ ઓળખાણ કે દંડ ને દૂર કરવાનું જે કોઈ કામ કરતું હોય તો તે છે તપ.
તપનો અર્થ કરતા કહે છે કે તત્ સત્તા + અથ > તા. નાશ કરવાની ઇચ્છાથી જે તપ કરવામાં આવે છે. તે તપ છે. શારીરિક, માનસિક તેમ જ વાચિક તપ દ્વારા જીવસૃષ્ટિ માત્રને અભયદાન દેવામાં આવે છે. તપ:વિકસિત કરવાના સાધનો
મનુષ્યના જીવનમાં તપને વિકસિત કરવા માટે સેવા, પરોપકાર, અહિંસા, દયા જેવા માનવ મૂલ્ય સાધક અનેક સાધન અથવા ઉપાય બતાવવામાં આવ્યા છે. આ સાધનોથી મનુષ્ય નર્કરૂપી સાગરમાં ડૂબી રહેલા સ્વયંની રક્ષા કરે છે. તપમાં સહિષ્ણુતા અથવા તિતિક્ષાના ભાવો મુખ્ય છે. હિન્દુ ધર્મમાં કહ્યું છે કે ભગવાન શીવની જેમ લોકકલ્યાણ માટે મહાકષ્ટને સહન કરીને હસતા હસતા ઝેર પીધુ હતું. તે જ વ્યક્તિ તપસ્વી કહેવડાવાને લાયક છે. આત્મદર્શન કરવાની ઇચ્છાથી અનેક સંતો અને ભક્તોની અતિ કષ્ટદાયક ભક્તિ સાધના પણ તપ છે. પોતાના લક્ષ્ય અને પ્રાપ્તિ માટે લોભ અને ભયથી પૂર્ણરૂપે મુક્ત થવું પડે છે. એટલે કે નિલભ અને નિર્ભયતા જેવી ભાવના દ્વારા તપને વિકસિત કરવામાં આવે છે. ઇતિહાસ અને પુરાણોમાં આના અનેક ઉદાહરણ છે.
તપ માટે માત્ર શારીરિક નહિ પરંતુ માનસિક એકાગ્રતા પણ જરૂરી છે. પોતાના ધ્યેય પ્રત્યે એકનિષ્ઠ બનીને સતત સાધનામાં લાગી રહેવાવાળો વ્યક્તિ જ તપની સફળતાને પ્રાપ્ત કરી શકે છે. પરમાત્માની ભક્તિ સાથે તેના પ્રત્યેની લગન, દઢ નિષ્ઠા હોવી જોઈએ. કષ્ટસહિષ્ણુતા, ઉદારતા, દઢ તપશ્ચર્યાનો જરૂરી વિકાસ કરી લે છે. જેમ નાનું બાળક પોતાની આસપાસ સાધનાશીલ વ્યક્તિઓને જોશે તો અનાયાસે જ એનામાં પણ સાધના વૃત્તિનો સંસાર થશે. આવી રીતે જ ઘર તથા પરિવારમાં તપશ્ચર્યાનો વિકાસ કરવામાં આવે છે.