________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૬) આલોક અને પરલોકમાં સુખી બને છે. આવો તો અનેક લાભ બતાવવામાં આવ્યા છે.
તપ એ મોટો પુરુષાર્થ છે, મહાન સંકલ્પ છે, કઠોર નિશ્ચય છે. એનું પહેલું સોપાન છે આત્મ નિરિક્ષણ, દયા, કરુણા, સહયોગ, ત્યાગ, તપારંભ થતા જ માનવના ઉદ્ધારની શરૂઆત થઈ જાય છે. તપ સાધના એ પુણ્યનું કારણ છે. કર્મનિર્જરાનું કારણ છે. જે માનવની વિજયયાત્રાનું કારણ બની જાય છે. તપથી સમસ્ત સંસારને જીતી શકાય છે. માટે જ કહ્યું છે કે તપ વૈ તો નાિ II 1 /
તપસ્યા એ સંપૂર્ણ જગતનું મૂળ છે. આ કારણે જ સંસારના બધા ધર્મોએ સ્વીકાર જ નથી કર્યો પરંતુ તેને મન, શરીર અને આત્માની શુદ્ધિનો ઉપાય માનતા જીવમાંથી શિવ, આત્મામાંથી પરમાત્મા, નરમાંથી નારાયણ બનવાનું સાધન માન્યું છે. ચાર આશ્રમની પ્રથા બતાવી છે. જેમ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપસ્થી અને સન્યાસી આ બધા માટે તપશ્ચર્યા હિતકારી છે.
તપશ્ચર્યા સાર્વકાલિક, સાર્વદેશિક અને સાર્વભૌમિક શાશ્વત માનવીય મૂલ્ય છે. તપ: વ્યક્તિનું શ્રેષ્ઠ ઉદાર અંગ
માનવમાં તપની શક્તિથી જ આત્મોન્નતિ થાય છે. તારૂપી અગ્નિમાં તપવાથી જીવાત્મા પર અનેક જન્મોના પડેલા કુસંસ્કારો નષ્ટ થઈ જાય છે. તમને શ્રેષ્ઠ ત્યારે જ માનવામાં આવે કે જ્યારે એને આત્મસાત્ કરી લેવામાં આવે.
નદી પોતાના માટે પાણીનો સંગ્રહ નથી કરતી, વૃક્ષ પોતાના માટે ફળોને ઉત્પન્ન નથી કરતા, સૂર્ય પોતાના માટે ન તપતા વિશ્વના હિત માટે તપે છે. આમાં કુદરતની ઉદારતાની ઝાંખી થાય છે. આ પ્રકારે તપસ્વીની પણ ઉદારતાની પ્રતીતિ થાય છે. “મ ર મ ાં મ રૂાય તો હિતાય સ્વાહા” આ મારુ નથી. આ ઇન્દ્રિયો લોકના હિત માટે છે. આ ભાવના અને પ્રવૃત્તિ તપસ્વી દ્વારા જ થાય છે.
તપથી માણસનો અંહકાર ઓગળી જાય છે. તે અંતર્મુખી બની જાય છે. તે પરભવમાંથી સ્વભવમાં આવી જાય છે તે પોતાના આત્માનો અનુભવ કરવા લાગે છે. આત્મદર્શન કરે છે. મનુષ્યનું પરમાતમામય બની જવું એ જ ઉદારતાની પરાકાષ્ઠા છે. તપસ્યાથી જ વ્યક્તિમાં ઉદારતાના ગુણનો વિકાસ થાય છે. તપશ્ચર્યામાં શારીરિક કષ્ટ સહન કરતા શરીર પણ સુદઢ બને છે. સુદઢ શરીર
1.
શતપથ બ્રાહ્મણ - ૩/૪૨૪/ર૭