________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
રહેવાવાળો વિદ્યાર્થી એ તપશ્ચર્યાની એક દીશા જ છે. બધા જ સુખ-પ્રલોભનોને છોડીને કલા સાધનામાં મસ્ત રહેવાવાળો કલાકાર એ પણ તપની જ દીશા છે. પ્રયોગશાળામાં દિવસ-રાત વ્યસ્ત રહેવાવાળો વૈજ્ઞાનિક પણ એક તપની જ દિશા છે. પોતાના સંતાનોનું વર્તમાન તથા ભવિષ્યને સુંદર બનાવવામાં પોતાના તન-મનને ભૂલી જઈને એ મમતાળુ માતા તથા પિતા એ પણ તપની જ દીશા છે. યુદ્ધના ક્ષેત્રમાં રાષ્ટ્રની રક્ષા માટે પ્રાણનું બલિદાન આપવાવાળા સૈનિકો એ પણ તપની જ એક દીશા છે. આના ઉપરથી ખ્યાલ આવશે કે સાચું તો એ છે કે કોઈપણ ઉત્તમ માનવોચિત કાર્ય જો મનની સાચી લગનથી અને દૃઢ સંકલ્પશક્તિની સાથે કરવામાં આવે તો તે તપસ્યા બની જાય છે. માટે તપશ્ચર્યાની દીશા અનન્ત છે.
તપઃ કસોટી
ઇન્દ્રિય નિગ્રહ કરવાની શક્તિ કેટલી પ્રબળ છે એ દૃષ્ટિથી તપની કસોટી કરવામાં આવે છે. આ “સૌ વૃદ્ધે દ્વાર વિછી દૂન જો વતી” કહેવત અહીં ન ચાલે. અહીં તો સ્થિતપ્રજ્ઞતાવાળી સ્થિતિ જ તપની કસોટી છે. આત્મમંથન રૂપ કસોટી દ્વારા જ આત્મ સંશોધન કરવાની શક્તિને વિકસીત કરે છે. આ પ્રકાર એને આત્મામાં લીન બનાવે છે.
સામાન્ય વસ્તુમાં પણ કસોટી થાય છે તો તપમાં તો કસોટી થાય જ ને ? તપના વિકાસમાં જ્ઞાનની જરૂરીયાત છે. આ પ્રકારે અવશ્ય જ્ઞાન હોવું જોઈએ કે તપ શા માટે કરું છું ? અને ક્યા પ્રકારે કરી રહ્યો છું ? તપનો ઉદ્દેશ શું છે ? આનો વિવેક હશે તો જરૂર તપની દીશામાં આગળ વધી જાય છે.
વ્રત-ઉપવાસ એ તપની તૈયારી છે. માટે અહીં તપનો અર્થ કર્યો છે કે તપાવવું, બાળવું, શોધવું, કષ્ટ આપવું, આમાંથી કોઈ પણ જાણશે. તો મનુષ્ય આહાર, નિદ્રા, ભય, વિગેરેથી બહાર નીકળીને માનવતાના ગુણોને પ્રાપ્ત કરી શકશે. ત્યારે જ તપનું અનુષ્ઠાન સંભવીત બની જશે.
તપસ્વી સંસારથી ભયભ્રાંત બનીને રાજસિક અને તામસિક કાર્યનો ત્યાગ કરીને જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. તે ધનનિસ્પૃહ, પરિગ્રહ શૂન્ય, અલ્પાહારી, જિતેન્દ્રિય હોય છે. જે તપશ્ચર્યાના પ્રભાવથી બધા જ કલેશોનું નિવારણ કરીને યોગાનુષ્ઠાનમાં અનુરાગ બતાવે છે. તે નિશ્ચયરૂપી જ પોતાના વશીકૃત ચિત્તના પ્રભાવથી પરમગતિ પામવમાં સમર્થ બની જાય છે.
તપ: મહત્ત્વ
મહાન ઉદ્દેશની પ્રાપ્તિ માટે તપ કરવામાં આવે છે. તેથી તપનો મહિમા આપાર છે. ભૌતિક તેમજ
૩૦૨