________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
-
સમ્યક્ જ્ઞાન સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રનો તપમાં સમાવેશ થતા એ રત્નત્રયીરૂપ મોક્ષ
માર્ગ છે.
સિરિવાલકહામાં નિશ્ચયથી તપની વ્યાખ્યા આ પ્રમાણે બતાવી છે કે....
“ઇચ્છારોધન સંવરી પરિણિત સમતા યોગે રે,
તપ તે એહિ જ આતમાં વરતે નિજ ગુણ ભોગે રે.’
ઇચ્છાનો નિરોધ કરીને સમતા વડે શુધ્ધ સંવરભાવમાં વર્તતો અને કર્મોનો (અંશે અંશે) ક્ષય કરતો આત્મા જ તપ સ્વરૂપ છે.
“ઇચ્છારોધન તપ નમો, બાહ્ય-આત્યંતર ભેદેજી,
આતમ સત્તા એકતા, પ૨ પરિણતિ ઉચ્છેદેજી.’
પર-પરિણતિનો ઉચ્છેદ કરી આત્માના ગુણપર્યાયમાં તલ્લીન બનવું એ જ નિશ્ચયથી તપ છે.
નિશ્ચયથી તપની ઉત્કૃષ્ટતા બતાવી છતાં પણ અનરાન તપ (ઉપવાસ આદિ)નું પ્રથમ વિધાન આહારાદિની પ્રબળ ઇચ્છાઓને નાબૂદ બનાવવા માટે જ છે.
શ્રી તીર્થંકર ભગવંતો પણ પ્રાથમિક અવસ્થાથી લઈ પાવત નિર્વાણ પ્રાપ્તિ સુધી અનશનતપ (ઉપવાસાદિ)નું આચરણ અવશ્ય કરે છે. વર્તમાન ચોવિસીના સર્વ તીર્થંકર પરમાત્માઓએ દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ સમયે છઠ્ઠ, અક્રમાદિ તપ કર્યો છે.
તપસ્વી મહાત્માઓ તપ દ્વારા સ્વના શ્રેયની સાથે અન્ય જીવો ઉપર પણ મહાન ઉપકાર કરી જૈન શાસનની અજોડ પ્રભાવના કરે છે માટે જ આઠ પ્રભાવકોમાં તપસ્વી મહાત્માને પણ પાંચમાં પ્રભાવક માનવામાં આવ્યા છે.
૨૯૯.
તપ એ શાસન પ્રભાવનાનું અજોડ સાધન છે. તપસ્વી આત્માઓને તપ કરતા જોઈ અનેક યોગ્ય આત્માઓ તેમની સેવા ભક્તિ કરવા દ્વારા તથા હૃદયપૂર્વકની અનુમોદના કરી અમૂલ્ય લાભ મેળવે છે. તપના ઉદ્યાપન કરવા પાછળ પણ શાસન પ્રભાવનાનું ધ્યેય રહેલું છે.
શુદ્ધ તપ અકામ નિર્જરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે.