________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
શ્રમણ શબ્દના ત્રણ રૂપ છે. શ્રમણ, સમન અને શમન. શ્રમણ શબ્દ શ્રમધાતુથી નિષ્પન્ન થયેલ છે. જેનો અર્થ છે. પરિશ્રમ કરવો.
श्राम्यन्तीति श्रमणः तपस्यन्तीत्यर्थः ।
શ્રમણનો અર્થ તપસ્યાથી ભિન્ન, ક્ષીણ કાયા અને તપસ્વી કર્યો છે. श्राम्यति तपसा, खिधते रति कृत्वा श्रमणः ।
-
દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં તપનું બીજુ નામ પરિશ્રમ પણ કહ્યું છે. શ્રમણનો અર્થ કરતા જણાવે છે કે –
શ્રમણ સંસ્કૃતિનો શ્રમણ શ્રમણત્વનો સ્વીકાર કરીને તપ કર્મનું આચરણ કરે છે. જૈન સંસ્કૃતિમાં બધા જ તીર્થંકરો તપની સાથે દીક્ષા લે છે. કારણ કે તપ મંગલ છે.
બૌદ્ધ સાહિત્યમાં પણ અનેક સ્થળે મહાવીરસ્વામીના શિષ્યો માટે “નિનં”ની સાથે “તવસ્ત્રી, દ્વીપતપસ્તી” વિશેષણો જોવા મળે છે જેનાથી પણ સ્પષ્ટ થાય છે કે મહાવીર સ્વયં કેટલા ઉગ્રતપસ્વી હશે. ઔપપાતિક, અન્નગડ, ભગવતી આદિ આગમોમાં મહાવીરનાં શિષ્ય-શિષ્યાઓનું એવું વર્ણન જોવા મળે છે કે જેમણે રત્નાવલી, કનકાવલી, મુક્તાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, ભિક્ષુ પ્રતિમાં, લઘુસર્વતોભદ્ર, મહાસર્વતો ભદ્ર, ભદ્રોત્તર પ્રતિમાં, ગુણરત્ન સંવત્સર, ચન્દ્ર પ્રતિમા સંલેખના આદિ ઉગ્રતપથી દેહને જર્જરિત બનાવ્યું હતું. “તને પૂરા બળા” તપમાં શૂરવીર અણગાર છે.
તપ જીવનને ઉત્થાનનો પ્રશસ્ત માર્ગ છે. તપની ઉત્કૃષ્ટ આરાધના-સાધનાથી જ તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે. બધા તીર્થંકરોએ પૂર્વભવમાં તપ કરીને જ તીર્થંકર નામ કર્મ બાંધે છે. તપની સાધના કરે છે જેમકે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના આત્માએ નંદનમુનિના ભવમાં એકલાખ વરસ સુધી નિરન્તર માસખમણની તપસ્યા કરી. જે માસખામણોની સંખ્યા ૧૧ લાખ ૬૦ હજાર ૬૪૫ હતી.
તપ જીવનની કળા છે. આત્માના અંતરની પવિત્રતા છે. તપથી જીવનમાં તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. કાયા નિરોગી બને છે. કાયા કંચનમય બને છે. તપનો માર્ગ તો કંટકથી ભરેલો છે છતાં પણ જે વીર હોય, ધીર હોય એ આ માર્ગ પર નિરંતર આગળ વધતા રહે છે.
૨૫૫
તપ એક પ્રકારે શુદ્ધ કરેલું રસાયણ છે. કહ્યું છે કે આજના વૈજ્ઞાનિકોએ “બાયો કેમિસ્ટ” દવાની શોધ કરી છે. એમનું માનવું એ છે કે શરીરમાં બાર પ્રકારના તત્વ હોય છે એ તત્વોમાં કોઈ એક તત્વનું પ્રમાણ ઘટવાથી રોગ ઉત્પન્ન થાય છે. બાર પ્રકારના ક્ષાર તત્વોથી રોગોને નાબુદ કરી શરીરને પૂર્ણ સ્વસ્થ અને શક્તિ સંપન્ન બનાવવામાં આવે છે. તેવી જ રીતે તપના પણ બાર પ્રકાર છે તે પણ બાયોકેમિસ્ટ દવા સમાન છે. જેના આચરણથી કર્મરૂપી રોગ નષ્ટ થતા આત્મા સંપૂર્ણ સ્વસ્થ બની જાય છે.