________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૧) આવશ્યકીય - ખાસ કાર્ય માટે બહાર જાય. (૨) નૈધૃધિકી - બહારના કાર્યોથી નિવૃત્ત થઈ આવશ્યક કાર્યમાં પ્રવૃત થાય. (૩) આપૃચ્છના - બીજાના કાર્યને ગુરુ આદિને પૂછી ને કરે. (૪) પ્રતિકૃચ્છના - અન્ય સંતને પણ પૂછો તે કરે. (૫) છન્દના-ગોચરી-પાણી માટે સાથી મુનિવરોને આમંત્રિત કરે. (૬) ઇચ્છાકાર - શ્રમણોની ઇચ્છા જાણીને અનુકૂળ આચરણ કરે. (૭) મિથ્યાકાર - પ્રમાદવશ ભૂલ થઈ જાય તો પશ્ચાતાપ કરે અને પ્રાયશ્ચિત પણ કરે. (૮) તથ્યકાર – વડીલોની આજ્ઞાને ઉચિત માને (૯) અભ્યત્થાન - ગુરુવર્યનો સત્કાર તથા સન્માન કરે. (૧૦) ઉપસન્મદા - આયાર્યાદિની વિનમ્રભાવે સેવા કરતા પણ દિનયર્યા કરે. દિનચર્યા સંબંધી નિયમ
મુનિની દિનચર્યાના વિધાન માટે દિવસ તથા રાત્રીને ચાર-ચાર ભાગોમાં વહેંચી દીધી છે. જેને પ્રહર કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :
મુનિ દિવસના પ્રથમ પ્રહરમા આવશ્યક કાર્યો કરે પછી સ્વાધ્યાય કરે, બીજા પ્રહરમાં ધ્યાન કરે, ત્રીજા પ્રહરમાં ગૌચરી (ભિક્ષા) કરે અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય કરે. આ જ પ્રકાર રાત્રીના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિંદ્રા અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય કરે. આહાર સંબંધી નિયમ
જૈન આચાર દર્શનમાં શ્રમણના આહારના સંબંધમાં કેટલીક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે તથા વિભિન્ન નિયમોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
છ પ્રકારે આહાર ગ્રહણ કરે પણ ક્યાંય આસક્તિ ભાવ ન રાખે. (૧) સુધા શાન્તિ માટે (૨) સેવા માટે (૩) ગમનાગમનની નિર્દોષ પ્રવૃતિ માટે (૪) મુનિધર્મની રક્ષા માટે (૫) સ્વાધ્યાય માટે (૬) જીવ ટકાવવા માટે રા
છ પ્રકારે આહારનો ત્યાગ કરે છે. (૧) ભયંકર રોગના કારણે (૨) ઉપસર્ગ આવવાના કારણે (૩) શીલ રક્ષા માટે (૪) જીવદયા માટે (૫) તપ માટે (૬) સંથારાના કારણે. આ પ્રકારને સંયમના પાલન માટે આહાર ગ્રહણ કરે છે તેમજ સંયમના પાલન માટે આહારનો ત્યાગ કરે છે.