________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આવશ્યક છે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે પોતાનું મનોબળ, શારીરિક શક્તિ, શ્રદ્ધા, સ્વાચ્ય, સ્થાન અને સમયને સારી રીતે ઓળખીને પોતાને કોઈ સત્કાર્યમાં નિયોજિત કરવી જોઈએ. 1) પાંચ અણુવ્રત
૧. અહિંસા અણુવ્રત – ગૃહસ્થનું પ્રથમ અણુવ્રત અહિંસા છે. ગૃહસ્થ સંસાર વ્યવહારમાં રહેવાવાળો હોવાથી સ્થૂલ હિંસાથી વિરક્ત બનવાની વાત બતાવી છે.
ઉપાશકદશાંગસૂત્રમાં અહિંસા અણુવ્રતનું પ્રતિજ્ઞા સૂત્ર આ પ્રકાર છે. સ્થૂલ પ્રાણતિપાતનો દોષ સમસ્ત જીવન માટે મન, વચન અને કાયાથી કર્મનો ત્યાગ કરું છું. હું સ્વયં પ્રાણાતિપાત કરીશ નહિ, કરાવીશ નહિ. પ્રતિક્રમણ સૂત્રમાં પણ હું કોઈ પણ નિર્દોષ, નિરપરાધી, નિર્દોષ પૂલગણ પ્રાણીઓને જાણીજોઈને સંકલ્પપૂર્વક મન, વચન અને કર્મથી સ્વયં હિંસા કરીશ નહિ અને કરાવીશ નહિ.
પ્રાણી બે પ્રકારના હોય છે. સ્કૂલ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ પ્રાણી ઇન્દ્રિયથી જોઈ શકાતા નથી તથા તે હિંસા અનિવાર્ય છે માટે સ્થૂલ પ્રાણી (મોટા જીવો)ની વાત બતાવી છે. જેનો સર્વ રીતે ત્યાગ કે આંશિક રીતે પણ ત્યાગ કરી શકાય છે. એના પાંચ અતિચાર પણ બતાવવામાં આવ્યા છે. એ હિંસાનો ત્યાગ કરી અહિંસામય જીવન જીવે.
(૨) સત્ય અણુવ્રત – ગૃહસ્થ સાધક અસત્યથી નિવૃત્ત થવા પ્રતિજ્ઞા કરે છે કે હું સ્થૂલ મૃષાવાદનો થાવત જીવન માટે મન, વચન અને કાયાથી ત્યાગ કરું છું. હું સ્વયં અસત્ય ભાષણ બોલીશ નહિ અને અન્ય પાસે બોલાવીશ નહિ.I 21 એટલે કે ખોટી સાક્ષી આપવી, ખોટા દસ્તાવેજ લખવો, ગુપ્ત વાત પ્રગટ કરી દેવી. ચાડી-ચુગલી કરવી, ખોટો રસ્તો બતાવવો, આત્મપ્રસંશા અને પરનિન્દા કરવી તે સ્કુલ મૃષાવાદ છે. I 3 . આમ અસત્યનો ત્યાગ કરવો જોઈએ અને સત્યવ્રતની આરાધના કરવી જોઈએ, પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ કહ્યું છે કે સન્ન રજુ રહેતુ મયવાત સત્ય એ જ ભગવાન છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે “સત્ય એ જ પરમેશ્વર”. આવી રીતે અસત્યવ્રત અનેક અનર્થોનું કારણ જાણીને સત્ય ભાષા બોલવી જોઈએ. તત્ત્વાર્થસૂત્રમાં પણ પાંચ દોષ બતાવ્યા છે. (૧) મિથ્યાત્વ (૨) અસત્ય દોષારોપણ (૩) ખોટા દસ્તાવેજ લખવા (૪) (૫) મંત્ર ભેદ – ગુપ્ત વાત પ્રગટ કરવી. / 5
1. દશવૈકાલિક સૂક્ષ – ૮-- ૩૫ 2. ઉપાશકદશાંગ સૂત્ર – ૧-૧૪ 3. શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર - ૨ અણુવ્રત 4. પ્રશ્નવ્યાકરણ સૂત્ર 5. તત્ત્વાર્થસૂત્ર – ૪-૨૧