________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૨) દ્વાદશીથી તૃતીય સુધીમાં જો રોગની શરૂઆત થઈ હોય તો તે તિથિઓમાં વધારે જોર કરે છે
અને કદાચ આયુષ્ય પૂર્ણ થવાનું હોય તો પણ તે જ તિથિઓમાં મૃત્યુ પામે છે. (૩) ઉપરની તિથિઓ બાદ ચતુર્થીથી લઈ તે એકાદશી સુધી રોગ સાધારણ સ્થિતિમાં રહે છે. રોગી
આરોગ્યમય થવા પણ સંભવ છે. (૪) દીર્ઘકાલનો રોગી ઘણું કરી દ્વાદશીથી તૃતીયા સુધીની તિથિઓમાં મૃત્યુ પામે છે અથવા તેનો
રોગ વધે છે. (૫) એ તિથિઓમાં રોગીને ઔષધોપચારથી પણ ફાયદો બહુ જ અલ્પ પ્રમાણમાં થાય છે. એટલે
નવી દવા આપવાનો આરંભ પણ આ તિથિઓમાં ગયા બાદ કરવાથી દવા વિશેષ અસર કરે છે. (૬) મોટા શહેરોમાં જો તપાસ કરવામાં આવે તો જાણી શકાશે કે દ્વાદશીથી લઈને તૃતીયા સુધીમાં
મૃત્યુની સંખ્યા અધિક થઈ હશે. (૭) રોગની ઋતુમાં પણ એજ તિથિઓમાં દર્દીઓની સંખ્યા વધે છે.
ઉપરના અનુભવનો નિષ્કર્ષ એ છે કે ચંદ્ર અને સૂર્યના આકર્ષણથી શરીરમાં રહેલા જીવનરસની ગતિમાં ન્યુનાધિકતાનું પરિણામ થાય છે. તે વ્યાધિગ્રસ્ત જીવને હાની રૂપ નીવડે છે અને આ નિયમ શુક્લપક્ષની અપેક્ષાઓ કૃષ્ણપક્ષમાં વિશેષપણે હોય છે.
सूर्य आत्मा जगतस्तस्थुषश्र्च ।१। સૂર્ય આ સ્થાવર જંગમનો આત્મા છે. જો આ કથન સત્ય છે તો તે સૂર્ય સ્થાવર જંગમ જગત ને જીવન શક્તિ આપે છે. એ પણ સંપૂર્ણ સત્ય છે. હવે કૃષ્ણપક્ષની દશમી પછી ચંદ્ર તે સૂર્યની પાસે પાસે ક્રમશઃ આવતો જાય છે અને અવાગ્યાનાં દિવસે તે એકદમ તદન સૂર્ય અને પૃથ્વીની વચમાં આવી જાય છે. તેથી આ પ્રકારે સૂર્ય તરફથી પ્રાપ્ત જીવન શક્તિમાં તે નિયમ પ્રતિબન્ધક બને છે. એ પ્રકારે કૃષ્ણપક્ષનો બીજો સપ્તાહ રોગી માટે વધારે હાનિકર બને છે. અને સામાન્ય જનતામાં પણ કહેવાય છે કે રોગી માટે ચતુદર્શી અને અમવાશ્યાનાં દિવસો ભારે છે.
પૂર્ણિમાના દિવસે ભરતીની માત્રા અધિક થાય છે. અને તેથી વધારે પ્રમાણમાં અમાવાગ્યાનાં દિવસે હોય છે. તેની સાથે એ પણ યાદ રાખવું આવશ્યક છે કે અમાવાગ્યાના દિવસે સૂર્યમાંથી જીવનશક્તિ પણ ઓછા પ્રમાણમાં મળે છે. એટલા માટે પ્રત્યેક પક્ષનો બીજો સપ્તાહ રોગ બીજકોને વધારનાર છે. અને કૃષ્ણપક્ષનું બીજું સપ્તાહ શુક્લપક્ષના બીજા સપ્તાહ કરતાં પણ વધારે કષ્ટપ્રદ હોય છે. આ પ્રસંગોમાં મનુષ્યના રક્તપ્રવાહમાં પણ વિલક્ષણ ફેરફાર થાય છે.
(૨૮)