________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
-
અનુભવ સિદ્ધ વિચારોનાં વાંચનથી તેમજ પોતે ઉપવાસોપચારથી જે જે રોગીઓને રોગ મુક્ત કરેલા હતા તે અનુભવ પરથી તો પોતાના નિશ્ચયમાં દ્રઢ રહ્યો અને પરિણામે ઉપવાસ એ માનવજીવનની શુદ્ધિમાં આવકારપાત્ર સાધન છે. તેમ સિદ્ધ કરી આપ્યું અને વિજય પ્રાપ્ત કર્યો ત્યારથી નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં ઉપવાસ દ્વારા રોગ નિવૃત્ત થવાનું પૂર્ણ શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. હિંદના આયુર્વેદ શાસ્ત્રમાં અસાધ્ય ગણાતા રોગો પણ ઉપવાસ દ્વારા સાધ્ય બન્યા છે. ઉપવાસ દ્વારા દોષોની અસમાન સ્થિતિ સમાન બની છે. એવા ઘણા દાખલાઓ પણ મળી આવે છે.
ઉપવાસ દ્વારા આહારને પાચન કરવામાં શરીરના યંત્રને સંપૂર્ણ વિશ્રાંતિ મળતી હોઈ જોઈએ. જેમ જેમ પાચનયંત્રો વિશ્રાંતિ સેવે છે. તેમ તેમ અવયવો સ્વાભાવિક સ્વરૂપમાં આવે છે. અને બળવાન બને છે. આજે અનેક રોગો થવાનું તેમજ અકાળ મૃત્યુ થવાનું કારણ જો કહીએ તો આપણા આહારનું અનિયમિતપણું જ છે. આહાર-અન્ન માણસોને જીવાડે છે અને મૃત્યુ પણ પમાડે છે. આહાર શાસ્ત્રના કથનનાં અભાવે ઘણા જીવો આજે વિધવિધ રોગોના દુઃખોના અનુભવ કરે છે.
શરીર વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાનની પરિભાષામાં કહેવામાં આવ્યું છે કે સારાએ માનવ શરીરની અંદર વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય તત્ત્વોમાં વાયુનું પ્રાધાન્ય છે અને તે વાયુ પ્રાણ, અમાન સમાન, વ્યાન, ઉદાન, દેવદત્ત ધનંજય આદિ દશ પ્રકારે શરીરના જુદા જુદા સ્થાનો સાથે વહેંચાયેલો રહે છે. જેટલે અંશે આ દશ પ્રકારનાં વાયુની ઉત્તમોત્તમ શુદ્ધતા તેટલે અંશે શારીરિક, માનસિક, આધ્યાત્મિક આરોગ્ય અને શાંતિ સચવાય છે. વાયુની વિકૃત અવસ્થા આહારને આભારી છે. તેથી આરોગ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોએ કોઈ પણ પ્રકારે વાયુતત્ત્વની વિકૃતાવસ્થા થવા ન પામે તે દ્રષ્ટિ રાખી વિધવિધ પ્રક્રિયાનું શાસ્ત્રોમાં નિરૂપણ કર્યું છે. આરોગ્ય વૈદકીય શૈલીથી અને ધર્મશાસ્ત્રમાં યોગ-વ્રત અને ધાર્મિક ક્રિયાઓ દ્વારા વાયુની વિશુદ્ધિ સાચવવા ઉપવાસ અને અનેકવિધ માર્ગોનું સૂચન કરેલ છે. અહીં તે વિશે માનવજીવનને સુખમય કરવામાં સહાયક શાસ્ત્ર આયુર્વેદનું પ્રમાણ આપ્યું છે.
प्रधानं वातस्थानम् बस्ति पक्वाशय काटि प्रदेशो रुद्धयपादं द्वयास्थि समूहः वात स्थानं इति, तेषु पद्धशय एव। अलाशयोवा । प्रधान वात स्थाने, बस्ति पुरुषाधानं कटिः शक्तियनि षावावस्थीनि च वात स्थानानि, अत्रापि पक्वाशयो विशेषेण वातस्थानं पुरुषाधानं पक्वाशयः अद्यपि प्राणादिभेद भिन्नस्य वायोः पृथगण स्थानानि (सु. २०.६) वक्ष्यति यथा स्थानं प्राणस्य शीर्षोर: कंठजिव्हास्य कर्ण नासिकाः इत्यादि तथापि रदं वैशिषिक स्थानं ज्ञेयं यतः अन्न प्रायो वातादि विकस्तः भवंति भूताश्चदुर्जयाः ।
૨૯૧
ઉપરના પ્રમાણનો આશય એ છે કે વિદ્યુત વાયુનો યોગ માનવ જીવનનો ઘાતક છે અને તેથી વાયુની સ્વામાવિા નિત્ય સ્થિરતા માટે યોગ તેમજ ઉપવાસની સાધના એ આવશ્યક વસ્તુ છે. જ્યારથી માનવજાતિમાં તામસી આહારની તેમજ વારંવાર ખાવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી રોગ, અલ્પાયુ,