________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અકાળમૃત્યુ વગેરે દુઃખોનો જન્મ થયો છે. શરીર વિજ્ઞાન વેત્તાઓની વિશ્વાસપૂર્ણ માન્યતા છે કે જીવન ટકાવવા માટે તામસિક આહારની ઉપયોગીતા નથી, પણ ફળ, દુધ અને બીજા પ્રકૃત્યાનુકુળ સાત્વિક ખોરાકની આવશ્યકતા છે. અહીં ભક્ત કબીરજીનાં શબ્દોનું સ્મરણ થાય છે. તેમણે પોતાના અનુભવ સાદી ભાષામાં જનતા સમક્ષ રજૂ કર્યો છે.
અમી પ્યાલા જાત હૈ, લોક પીવત હૈ ઝેર,
વેરોના સંગે ચલે, અને સગા બાપથી વેર. માનવજીવન સંરક્ષણમાં વીર્ય અને શ્વાસ આ બંને રક્ષણીય તત્ત્વો મનાયા છે. આ બંનેનો સાકર અને મીઠાશ જેવો પ્રકૃતિસમ સમવાય સંબંધ છે. તેથી ભારતના દરેક આર્યશાસ્ત્રોમાં કોઈ પણ રીતે આ બંનેની વિશુદ્ધતા સચવાઈ રહે તે પ્રમાણે ધાર્મિક કર્મકાંડની યોજના કરવામાં આવી છે. શ્વાસપ્રશ્વાસની ગતિ અસ્વાભાવિક થાય તો વીર્યને હાનિપ્રદ બને છે. વીર્યની દુષિત સ્થિતિ શ્વાસનળીને બાધક છે. તેથી આર્યશાસ્ત્રોએ યોગની પ્રક્રિયાના કોઈ પણ અંગને ધર્મની ક્રિયા માની છે.
આ બંનેની વિકૃતાવસ્થાના નિવારણ માટે ઉપવાસ એ સર્વતો સુખી હિતપ્રદ સાધના છે. ઉપવાસની અદ્રષ્ટસત્તા પણ જીવન બળની વૃદ્ધિ અને સંરક્ષણ કરી શકે છે. તે બાળકના જીવન પરથી સિદ્ધ થઈ શકે છે.
રોગનાં વિજાતીય તત્ત્વોનો ઉપવાસથી જેમ નાશ થાય છે. તેવી જ રીતે આત્મ પ્રદેશે સ્નિગ્ધ (ચીકણાં) પણે ચોટેલા કર્મપુદ્ગલો છે તે કર્મપુદ્ગલોને કાર્મણ-શરીર કહીએ તો હરકત નથી. આવા કર્મ પુગલો જે આત્મ દ્રવ્યની પરમ અનન્તસત્તાને આવરણ કરે છે. તે કર્મપુદ્ગલોને આત્મ પ્રદેશથી દૂર કરવામાં સંવરયુક્ત ઉપવાસ એ પરમ સહાયક છે. એમ સર્વજ્ઞ અને વિશ્વવિજ્ઞાનનાં જાણકારોની માન્યતા છે. જો આર્ય બુદ્ધિમાન હોય તો આ સત્ય સ્વીકારવામાં જરા પણ સંકોચ ન હોઈ શકે. હજારો માઈલ દૂર ન્યુયોર્કનો તાર કે ટેલિફોનમાં ન્યુયોર્કના રૂ.ના ભાવના સમાચાર તમને મળે તેને માનવા તમારી બુદ્ધિ તૈયાર છે. અને તે ભાવ ઉપર તમારા વેપારનું નામ ચલાવો છો. તો પછી જેઓ વિશ્વોપરકારક છે અને જેને વિશ્વના સર્વ પદાર્થોનું જ્ઞાન છે. જેણે પોતાનો અનુભવ માનવ જાતિના કલ્યાણ માટે જનતા સમક્ષ મૂક્યો છે. એવા શ્રમણ ભગવાન મહાવીરના વચનોમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી. હા એક વસ્તુ છે કે જ્યાં સુધી સર્વજ્ઞનાં વચનોને સમજવાની યોગ્યતા નહિ કેળવાય. અર્થાત્ સર્વજ્ઞનાં વચનો ને માપવાનું બુદ્ધિ યંત્ર તમારા પાસે નહીં હોય ત્યાં સુધી તે સમજી શકાશે નહીં. | સર્વભૂત હિતની ભાવનાનાં ઉપાસક જ્ઞાનીઓએ એક માસની અંદર પાંચ પર્વના ઉપવાસનો નિર્ણય જનતા સમક્ષ મૂક્યો છે. હિંદુ સંસાર માટે ઋષિઓએ પણ દરેક માસમાં અને બંને પક્ષમાં ત્રણત્રણ ઉપવાસની ઘોષણા કરી છે. છેવટે દર વર્ષે સંવત્સરી ઋષિ પંચમીના ઉપવાસનું મહાન ફળ
૨૯૨