________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
જન્મથી આરંભી મૃત્યુ સુધી ફેફસાંનું કામ શ્વાસ લેવાનું અને મૂકવાનું હોય છે. જો ફેફસાં વિશ્રાંતિ લેવાનું કરે તો મૃત્યુ થાય તે સ્વાભાવિક છે. ત્યારે પ્રશ્ન ઊઠે છે કે ફેફસાંને વિશ્રાંતિ કેવી રીતે આપવી, ત્યારે ખાસ મહત્ત્વનાં અવયવ રૂપ ફેફસાંને વિશ્રાંતિ માટે આપણા ઋષિમુનિઓએ પ્રાણાયામની યોજના કરી યોગની પરિભાષામાં કહેવાતા કુંભક પ્રાણાયામ દ્વારા ફેફસાંને વિશ્રાંતિ આપી શકાય છે. કુંભક પ્રાણાયામનાં ઘણા ભેદો છે. પણ અહીં તો માત્ર શ્વાસની ગતિ બંધ કરવી અંદર કે બહારનો શ્વાસ ન લેવો તે કુંભક સ્વીકારવો. આ રીતે યથાશક્તિ કરવાથી ફેફસાંને વિશ્રાંતિ મળી શકે છે અને તેનું બળ વધે છે. આવી રીતે કુંભક કરવાથી તેનો પ્રભાવ હૃદય પર પડે છે. યોગની પરિભાષામાં આ ક્રિયાને “અકાલ મૃત્યુનો જય” કહેવાય છે.
ફેફસાં પછી અન્નનળીનો વિચાર કરીએ. નાની ઉંમરમાં અન્નનો ખોરાક ખાવો, તેનું પાચન થવું અને પાચન થતાં અવશિષ્ટ ભાગનું મૂળ રૂપે બહાર નીકળવું જેથી અન્નનલિકાનું કામ બરાબર ચાલતુ રહે છે. આ અન્નનલિકા મુખથી ગુદા સુધીમાં લગભગ વીસ હાથ લાંબી છે, તે પેટમાં કુંડલીના આકારે પડી છે.તેથી પેટમાં સમાઈ રહી છે. આ નળીને જ્યાં સુધી અન્નનો ખોરાક લેવાય ત્યાં સુધી અવિશ્રાંતપણે કામ કરવાનું હોય છે. પણ જે દિવસે અન્ન ખાવાનો ત્યાગ કરાય છે તે દિવસે તેને વિશ્રાંતિ મળવાની સંભાવના છે. હવે એવો નિયમ છે કે જે તે અવયવોને વિશ્રાંતિ મળતી જાય છે તેમ તે તે અવયવો વધારે સ્વસ્થ અને નિરોગી રહે છે. એટલે ઉપવાસ સાથે શરીરની પ્રત્યેક ઇંદ્રિયોને વિશ્રાંતિ આપવામાં આવે તો તે ઇન્દ્રિયોની સ્વસ્થતા વધશે, મનની વિશ્રાંતિ માટે ઉપવાસમાં ધ્યાન કરવું, ફેફસાંની વિશ્રાંતિ માટે ઉપવાસ સાથે કુંભક પ્રાણાયામ ઉપયોગી છે. શરીરની સંપૂર્ણ વિશ્રાંતિ માટે પદ્માસન આવશ્યક છે.
અર્થાત્ ઉપવાસનાં દિવસે દરેક ઇન્દ્રિયોનો સંયમ ઉપવાસનાં વાસ્તવિક ફળને પ્રગટાવવામાં સહાયક છે.
ઉપવાસનું વિજ્ઞાન :
આજે અમેરિકા અને યુરોપનાં વિજ્ઞાનવેત્તાઓ ભારતના અધ્યાત્મપૂર્ણ તત્ત્વશાસ્ત્રો પછવાડે જીવન સમર્પણ કરી શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે.જેમ જેમ આર્ય તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઉતરતા જાય છે તેમ તેમ અર્થશાસ્ત્રોની મૌલિકતા અને ગંભીરતા સમજાતી જાય છે. જ્યારે ડૉ. મેકફેડને ઉપવાસનાં પ્રયોગો દ્વારા વિધવિધ રોગો પર વિજય મેળવ્યો ત્યારે અમેરિકાનાં વિદ્વાન એલોપથી ડૉ. કટરોએ તેમજ બીજી સભ્ય પ્રજાએ ડૉક્ટર મેકફેડ પર અદાલતમાં મુકદમો ચલાવ્યો અને તેને ગુન્હેગાર તરીકે રજુ કર્યો કે માણસને વધારેમાં વધારે ઉપવાસ કરાવીને ડૉ. મેકફેડે માનવજાતિનું ખૂન કરી તેમજ શરીરને ખાદ્યપદાર્થો નહિ આપવાથી માણસની જીવનશક્તિ નાશ થાય છે. અને અનેક રોગ થવાનો સંભવ છે. આવા પ્રકારના આરોપો તેના ઉપર મૂકવામાં આવેલ હતા. છતાં પણ ભારતીય તત્ત્વવેત્તાઓમાં
૨૯૦