________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઉદરરોગ - વિનંબંધનમથ્વસંમવા. શોથ - સંશોધાનંલંબન કંઠમાલ - નિર્મક્ષારોપ-સંઘનાનિ શ્લીપદ - હાથીપગુ - પ્રચ્છન્નબંધનમસ્ત્રોક્ષ ભગંદર - મામેરોથનું સ્નેપતંયનું મસૂરિક – પૂર્વનંબના નાકના રોગ - તુષોત્તધનૂની નેત્રરોગ – શ્વોતનંન્નધન માથાનાં રોગો - વિરેજોન્સેપક્સેસોલંધન
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર ભક્તિ આ દશ ગુણોની વૃદ્ધિ કરવા વિધવિધ પુરુષાર્થ કરવાનો હોય છે. તેમાં ઉપવાસ રૂપે પુરુષાર્થ એ ઉપર દશે ગુણોની વિશેષ વૃદ્ધિ કરવામાં પરમ સહાયક હોવાથી દરેક માનવ પ્રાણી માટે ઉપવાસની ક્રિયા આવશ્યક છે.
આના ઉપરથી સમજી શકાય છે કે આર્યોની ઉપવાસની વૈજ્ઞાનિક પદ્ધતિ આરોગ્ય, બળ અને દિર્ધાયુ આપવામાં સહાયક છે. અને તેની સ્તુતિ કથા આજે બુદ્ધિમાન ગણાતી પશ્ચિમની પ્રજા પણ કરે છે. કારણ કે ઉપવાસ દ્વારા જીવનતત્ત્વ પ્રોટોપ્લેઝમ કે જે જીવનબળ નામથી પ્રસિદ્ધ છે. તેની ઉજજવળતા અને બ્રહ્મચર્ય બંને સાધી શકાય છે. ઉપવાસ અને પશ્ચિમનાં વિદ્વાનોની માન્યતા :
ભારતના આર્ય મહર્ષિઓએ માનવ પ્રજાના નૈસર્ગિક આરોગ્ય બળને પ્રાપ્ત કરવા તેમજ રક્ષણ કરવા એક માસમાં આગ્રહપૂર્વક ઉપવાસ કરવા માટે બંને પક્ષની પંચમી, અષ્ટમી, એકાદશી, પૂર્ણમાં અને ચૌદશની યોજના કરી છે. તેમજ બીજા પણ ધર્મપંથોમાં દરેકમાં વ્રતના દિવસોની વ્યવસ્થા થયેલ છે. ખાસ કરીને હિંદુ સમાજમાં દરેક માસની એકાદશી વ્રતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને જૈનોમાં અષ્ટમી, પૂનમ, ચૌદસ, અમાવાસ્યના દિવસોમાં ભાર આપીને ઉપવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
આજકાલ આર્યોના ઉપવાસનું મહત્ત્વ યુરોપ અને અમેરિકા વગેરે દેશોના ડૉક્ટર અને આરોગ્ય વિદ્યાના ઉપાસકો પણ સમજવા લાગ્યા છે. ડૉ. મેકફેડનની ઉપવાસ અને આરોગ્યનો પવિત્ર સંબંધ
૨૯૫