________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૨
બતાવી તમારી રૂચિનું પોષણ કરવા દિશા સૂચન કર્યું છે.
માટે જીવનહિતની સાધનારૂપ ઉપવાસનો આદર અને પાલન કરવું એ સજ્જન અને મુમુક્ષુ આત્માઓની ફરજ છે.
આયુર્વેદમાં ઉપવાસનું સ્થાન :
શરીર જીવનમાં વૃદ્ધિ, ક્ષય અર્થાત્ આય અને વ્યયનો ક્રમ સદૈવ ચાલુ જ હોય છે. જ્યાં સુધી આય-વ્યયની સમાનતા રહે ત્યાં સુધી આરોગ્યતા પણ સ્વાભાવિક રહે છે. પણ જો આય વ્યય વિષમ પણ પામે તો તેમાં વ્યાધિ અને વિકાર થવાનો સંભવ રહે છે.
આયુર્વેદની પરિભાષામાં ઉપવાસને અપતપર્ણ નામથી ઓળખવામાં આવે છે. અપતપર્ણ એ પણ એક પ્રકારની ચિકિત્સાનું અંગ મનાય છે.
વર્ષાઋતુમાં વિશેષતઃ વાત વાયુ-પ્રકોપ થાય છે અને વસન્ત ઋતુમાં કફનો પ્રકોપ થાય તથા શરદ ઋતુમાં પિત્ત પ્રકોપ થાય છે. તેથી શાસ્ત્ર દ્રષ્ટિએ વર્ષાઋતુ અને શરદઋતુમાં અપતપર્ણ (ઉપવાસ) ક્રિયાને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી, પણ વસન્તઋતુ મહત્ત્વની મનાય છે. કારણ કે શરદઋતુમાં પિત્તનો જય કરવા વિરેચન, વસંતમાં કફનો જય કરવા વમન તથા ઉપવાસ અને વર્ષામાં વાત વાયુના જય કરવા તૈલાવ્યંગનનું વિધાન આપ્યું છે.
૨૯૩
ઉપરની આરોગ્ય શાસ્ત્રની ઋતુ પરત્વેની પ્રકૃતિ અનુસાર વિચારણા આપી છે. પરંતુ ઉપવાસનો કોઈ પણ ઋતુમાં સર્વથા નિષેધ કર્યો નથી. વતં યન પાતયેત્ તેમજ વાધિષ્ટાન મારોÄ આરોગ્યાદિ વિજ્યામ: આ બંને સૂત્રને દ્રષ્ટિ સામે રાખીને સર્વ ઋતુઓમાં ઉપવાસને સૌથી પ્રથમ સ્થાન આયુર્વેદ આપે છે, પણ શક્તિ અનુસાર ઉપવાસ કરવાના હોય છે. જો શક્તિ ઉપરાંત ઉપવાસ ક૨વામાં આવે તો કદાચ નુકસાન થવા સંભવ છે. કારણ કે ઉપવાસથી દોષોનો ક્ષય થતાં વાયુ પ્રબળ થઈ જાય છે. જે કારણે અગ્નિ (પિત્ત) પ્રદીપ્ત થાય છે. એટલે કે શરીરમાં જો ધાતુઓ કે બળનો નાશ થતો હોય તો તેમજ ક્ષય (ટીબી) જેવા રોગમાં ઉપવાસ હીતકર નથી પણ મેદ રોગમાં ઉપવાસ આદરણીય યોગ્ય છે ?
ઉપવાસમાં સ્મરણીય સૂત્રો અને નવ્ય દર્શન :
(૧) પૂર્ણ ઉપવાસમાં અથવા જવરાદિક રોગ માટે કરેલા ઉપવાસોમાં ગરમ કરી ઉકાળેલું પાણી યોગ્ય પ્રમાણમાં જરૂર વાપરવું.
(૨) જો સમ્વસ્થાવસ્થામાં ઉપવાસ કર્યો હોય તો થોડો પ્રાણાયામ કરવો.
(૩) ઉપવાસમાં દિનચર્યાના નિયમોનું સાવધાનતાપૂર્વક પાલન કરવું.