________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઉપવાસ અને ચંદ્રનો વૈજ્ઞાનિક સંબંધ અને તેની માનવજીવન પર થતી અસર :
કોઈ પણ બુદ્ધિમાન શિક્ષિત પ્રજા સમજી શકે છે કે આ સમષ્ટિ બ્રહ્માંડનો વ્યક્તિ સાથે નિકટનો સંબંધ છે. જગત એ સમષ્ટિ બ્રહ્માંડ મનાય છે અને સ્થૂળ શરીરને વ્યક્તિ બ્રહ્માંડ છે. આ રીતે શાસ્ત્રકારોની માન્યતા છે અને જે જે વ્યતિકરો તેમજ ચંદ્ર, સૂર્યના કિરણોની અસર જગતના ભૌતિક પદાર્થો પર થાય છે. તેવી જ રીતે માનવ શરીર પર શ્વાસોશ્વાસ દ્વારા થાય છે.
ચંદ્રની કલાઓની વૃદ્ધિ અને ક્ષય વનસ્પતિ જગત અને પ્રાણી જગતનાં જીવરસની સત્યવૃદ્ધિ અને સત્ય ક્ષય સાથે સંબંધ સારા છે. આ સત્યને આજના વિજ્ઞાનનો સંપૂર્ણ ટેકો છે. કારણ કે આજના પાશ્ચાત્ય વિદ્વાનો ઉપરની માન્યતાને આજે સ્વીકારે છે. હવે આ નિયમને આરોગ્ય સાથે સંબંધ હોવાથી તિથિઓ સાથે જે ઉપવાસની યોજના છે. તે ઉપવાસને પણ ચંદ્રની કલાની વૃદ્ધિ-ક્ષય સાથે સંબંધ હોઈ શકે તે સ્વાભાવિક છે. કારણ કે દરેક શુક્લપક્ષની તિથિઓમાં કલાઓની વૃદ્ધિનો ક્રમ તે તિથિનાં ઉપવાસમાં સહાયક છે.
ગુરુત્વાકર્ષણની વૈજ્ઞાનિકતા આજે વિશ્વવિદિત છે. અને એ ન્યાયે ચંદ્ર સૂર્યની આકર્ષણ શક્તિનો પ્રભાવ વનસ્પતિ અને માનવ જગત પર પડે છે. જેનું પ્રત્યક્ષ પ્રમાણ પૂર્ણિમા અને અમાવાસ્યા આ બંને દિવસે ચંદ્ર અને સૂર્ય સમરેખામાં હોય છે. અને સમવાસ્થાના દિવસે બંને એક સ્થાન પર હોય છે. તેથી આકર્ષણનું પ્રમાણ વધારે રહે છે.
અષ્ટમીના દિવસે આકર્ષણ સૌથી ઓછું હોય છે. કારણ કે તે દિવસે બંને સમકોણમાં હોય છે. તેથી ભરતીનું પ્રમાણ અષ્ટમીના દિવસે સમુદ્રમાં તદન ઓછું હોય છે અને પૂર્ણિમાનાં દિવસે તેથી વધારે તેમજ અમાવાસ્યાના દિવસે સૌથી વધારે હોય છે. પછી પ્રતિપદાથી ઓછું થવા લાગે છે. અષ્ટમી સુધીમાં તદન ઓછું થઈ જાય છે.
ભૌતિક વિજ્ઞાન (પદાર્થ વિજ્ઞાન)ની દૃષ્ટિએ ચંદ્ર-સૂર્યની અસર માનવ પ્રાણી પર વિશેષ થવાનું મનાય છે. કારણ કે મનુષ્યના પ્રાણીના મનનો સંબંધ ચંદ્ર સાથે વધારે છે. વૈદિક સાહિત્યમાં ચંદ્રનો સંબંધ મન સાથે હોવાનો વારંવાર ઉલ્લેખ જોવામાં આવે છે. અને ચંદ્રને મનના દેવતા-અધિષ્ટાતા પણ માનવામાં આવ્યા છે. તેથી દુર્બળ મનવાળા મનુષ્યોની માનસિક દુર્બળતા ચંદ્રની ક્ષય વૃદ્ધિ પ્રમાણે ઘટતી-વધતી રહે છે. આ પરથી સિદ્ધ થાય છે કે ચંદ્રની વૃદ્ધિ અને ક્ષય સાથે માનવ પ્રાણીનો ઘનિષ્ટ સંબંધ છે.
આ સંબંધમાં અનુભવનું વિશેષ પ્રમાણ વધારે ઉપયોગી હોઈ તેથી અહીં આપ્યું છે. (૧) દ્વાદશીથી લઈને તૃતીયા સુધીમાં મૃત્યુ સંખ્યા બીજી તિથિની અપેક્ષાએ વધારે હોય છે અને
તેજ તિથિઓમાં શુક્લપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અધિક હોય છે.