________________
તપશ્ચર્યા
પ્રકરણ ર
-
મેઘમુનિ દીક્ષાની પ્રથમ રાત્રિએ જ પરિષહ પાસે હારી ગયા. સવાર પડતાં જ રજોહરણ આપવાની ભાવનાથી ગયા, પરંતુ ભગવાન મહાવીર સ્વામીએ અંતરની વાત જાણીને પૂર્વભવમાં હાથીના ભવમાં અઢી દિવસ એક પગ અધ્ધર રાખીને સસલાને બચાવ્યો. તે જીવદયાના પ્રતાપે રાજકુમાર બન્યા. આ વાત સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પૂર્વભવ જોતા પશ્ચાતાપ થયો. જીવનપર્યન્ત મુનિવરોની વૈયાવચ્ચ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરી. આવા વૈયાવચ્ચ પ્રેમી આત્માને ભાવપૂર્વક કોટી કોટી વંદના....
ઉપરના નિર્ણયથી એકવાત સિદ્ધ થાય છે કે ઉપવાસ આરોગ્યપદ ક્રિયા છે. માનવ જીવન સુખમય અને આરોગ્યપૂર્ણ રાખવાની સૌ કોઈની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે અને તે ઇચ્છા ધરાવનાર સર્વ માનવ જાતિએ આરોગ્ય જીવનનાં મંત્રરૂપ ઉપવાસને પોતાના જીવનમાં જરૂર આદર્શ આપવો જોઈએ.
આજની પ્રચલિત પ્રણાલીનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે ભૂતપૂર્વના નૈસર્ગિક સુખ પ્રાપ્તિના વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરનાર મહર્ષિઓએ ઉપવાસની યોજના તિથિઓ અને વાર સાથે વ્યવસ્થિતપણે યોજી દીધી છે. અહીં તિથિઓ સાથે ઉપવાસની યોજના વિશે જોઉં છું. તો દરેક પક્ષની ત્રણ તિથિઓમાં ઉપવાસનું વિધાન જરૂર જોવામાં આવે છે. એટલે કે એ એક પક્ષમાં (પંદર દિવસમાં) જૈન દર્શનમાં પંચમી અષ્ટમી અને પૂર્ણિમા, હિંદુ ધર્મમાં ચતુર્થી, એકાદશી અને પૂર્ણિમાં કૃષ્ણપક્ષમાં પૂર્ણિમાનાં સ્થાને શિવરાત્રી (ચતુદર્શી) જૈન દર્શનમાં અમવાશ્યા હોય છે. આ રીતે દરેક પક્ષમાં ત્રણ દિવસ ઉપવાસના હોય છે. તિથિ અને વાર સાથે ઉપવાસનો સંબંધ :
હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં એકાદશીના ઉપવાસનું મહત્ત્વ વિશેષ વર્ણન જોવામાં આવે છે. ત્યારે જૈન શાસ્ત્રોમાં અષ્ટમી અને પૂર્ણિમાના પૌષવ્રતનું વિશેષ વર્ણન છે. તિથિઓ સાથે ઉપવાસની જેટલી યોજના અને સાર્થકતા છે. તેટલી વારની સાથે નથી. એટલે જાણી શકાય છે કે વાર સાથે જે ઉપવાસ વગેરે સાંભળવામાં આવે છે. તે લોકોને ઉપવાસ તરફ આગ્રહપૂર્વક ખેંચવા માટે પાછળથી વ્યવસ્થા થઈ હશે.
આજે તિથિ સામે ઉપવાસ નહિ કરનારા બીજી રીતે દરેક દેવોનાં જુદા જુદા વાર છે. તેમ સમજી તે તે દેવોને પ્રસન્ન કરવા માટે ઉપવાસ વગેરે કરે છે. જેમ કે શંકરજીને પ્રસન્ન કરવા માટે સોમવાર, માતાજી મંગળવાર, વિઠાબાનો બુધવા૨, દત્તાત્રેયનો ગુરુવાર, લક્ષ્મીજીનો શુક્રવાર, હનુમાનજીનો શનિવાર અને સૂર્યનો રવિવાર સમજવામાં આવે છે. અર્થાત્ ઉપવાસની એટલી વ્યાપકતા છે કે કોઈને કોઈ રીતે આજે પણ તેનું અસ્તિત્વ છે.
૨૮૬
આ રીતે ઉપવાસનું અનુષ્ઠાન કોઈને કોઈ રૂપે આજે છે. એ પણ ઉપવાસની વાસ્તવિકતા તેમજ તેની વૈજ્ઞાનિકતાનું માનવજીવન શુદ્ધિમાં કેવી રીતે સ્થાન છે ?