________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
-
પરમ શ્રદ્ધા :
જ્ઞાન-દર્શન-ચારિત્રનો માર્ગ જ જીવનમાં આદરણીય છે તેવો અટલ વિશ્વાસ, તેના વિનાની ક્ષણો પણ નકામ છે, પરંતુ તપ અનુષ્ઠાનોમાં જે ક્ષણે જાય છે એ જ સાર્થક છે. બીજામાં જાય તે નિરર્થક છે. ‘ધોરા મુદ્દુત્તા અવતં શરીરમ્' એના વિના જે સમય જાય છે એ ઘોર છે. ભયંકર કર્મબંધ કરાવી રહ્યો છે. એ કર્મબંધથી મુક્ત થવા માટે...
સંવેગ : તપધર્મ ઉપર અનહદ રાગ.
વૈરાગ્ય ઃ અનુત્તરવાસી દેવતાઓનો સંસાર પણ આકર્ષે નહિ, પરંતુ નકામું જ લાગે.
નિર્નિદાન ઃ તપધર્મમાં લીનતા એટલી બધી હોય કે આલોક કે પરલોકના કોઈપણ સુખની આશંસા નહીં માત્ર મોક્ષ સુખની જ જેમા અભિલાષા હોય. પોતાની સાથેના બીજા જાણે તો સારું એ પણ ભાવ ન જોઈએ. પોતાનો મોટો ગુણ પણ બીજા ન જાણે તો સારું એ ભાવના કેળવવી જોઈએ.
તપ સાધનામાં બળ, વીર્ય, પુરૂષાર્થ અને પરાક્રમ આ ચારને છુપાવ્યા વિના આગળ વધવાનું છે. ગમે તેવા વિઘ્નો આવે તો પણ કરવું જ છે એ માનસિક નિર્ણયને બળ કહેવાય છે. કાયિક શક્તિને વીર્ય કહેવાય છે. આત્મિક ઉલ્લાસને પુરૂષાર્થ કહેવાય છે અને ઉદ્યમને પરાક્રમ કહેવાય છે. આ આરાધનાના માર્ગમાં જરાય શક્તિ ગોપવવાની નથી. આત્માની સામે આવનાર મિથ્યાત્વ આદિને વશ ન બને. સુખ શીલતાને વશ ન થાય. જેટલી શક્તિ છે એ અનુસાર સર્વ શક્તિ ખર્ચીને તપ સંયમનું અનુષ્ઠાન કરીને જ રહે છે. જરા પણ ગ્લાનિભાવ ન લાવે એટલે કે શરીરના ત્યાગ સુધીની તૈયારી કરી રાખે.
સુનિષ્ઠિત : એટલે કે પોતાના માર્ગમાં સુસ્થિર અને એકાગ્ર ચિત્તવાળો બની તપનું આચરણ કરે.
રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, વિષય-કષાયના વિવિધ આલેખનો અનેક પ્રકારના પ્રમાદ, ગારવ, રૌદ્ર, ધ્યાન, આર્તધ્યાન, મિથ્યાત્વ, અવિરતિ, કુષ્ટયોગ અનાયતન સેવા (જેમાં પતનનો સંભવ હોય) કુશીલાદિ સંસર્ગ, પૈશુન્ય, અભ્યાખ્યાન, કલહ, જાતિ વગેરેના મદ, મત્સર, અમર્ષ (અસહિષ્ણુતા) મમકાર (મમત્વ) અહંકાર વગેરે જે અનેક પ્રકારના છે તામસ ભાવ તેનાથી કલુષિત હૃદયથી થતી જે કુપ્રવૃત્તિઓ (હિંસાદિ પાંચ પાપો) આરંભ, સંકલ્પ, વિકલ્પ વગેરેમાં અધ્યવસાયવાળા બન્યા વિના તપના અનુષ્ઠાનોમાં વારંવા૨ ૨મે, ઘોર, રૌદ્ર ધ્યાનથી થતા પાપના લેપથી આત્માને ભાવિત ન કરે. આશ્રવના સ્થાનોને ખુલ્લા ન રાખે.
૨૮૪.
તપ દીનતાથી આચરવાનું નથી, લીધું એટલે પાળવું પડે એ ભાવથી નહિ. તપ કષ્ટમય અને સૂક્ષ્મકોટિનું કે જેમાં વિશેષ યતના સાચવવાની હોય, જેમાં મન-વચન-કાયાના યોગોનું ઘર્ષણ થાય છે, પરંતુ તપ આરાધનામાં સતત રમણતા કરવી જોઈએ જેથી યોગો ઉપર વિજય મેળવી શકાય છે.