________________
તપશ્ચર્યા
જૈન દર્શન ઉત્કૃષ્ટ મંગળ સાત્વિક તપને જ તપ માને છે. બાકીના બે ભેદ માત્ર કર્મબન્ધના કારણ છે. આવું તપ અગર કોઈ અનંત વખત ક૨શે તો પણ કર્મ ખપશે નહિ પરંતુ નવા કર્મ બંધાતા જશે. તપ અને આત્મિક આનંદ
તપ એવો અગ્નિ છે જે બાહ્ય અને આંતરિક આત્મિક સાધનોને શોધીને વિશુદ્ધ અને સ્વસ્થ બનાવી દે છે. જ્યારે સાધન પવિત્ર અને સ્વસ્થ બની જાય છે તો આત્મા સ્વતઃ આનંદનો અનુભવ કરવા લાગે છે.
સત્કર્મોમાં પ્રવૃત્તિ અને અસત્કર્મોનો નાશ કરવા માટે તપ એક અમોધ શસ્ર છે. મન અને તેની પ્રવૃત્તિઓને સંયમિત કરવા માટે તપ કરવું એ ખૂબ જ જરૂરી છે. મન શાંત રહે છે અને સ્વસ્થ મન રહે છે અને સ્વસ્થમનથી આત્મા દૃઢ બને છે. ધાર્મિક અને શારીરિક બન્ને દ્રષ્ટિથી તપ મંગલકારી છે તેથી આત્માના આનંદની વૃદ્ધિ કરવામાં તપ પરમ સાધક છે.
સૂર્યના તાપથી પૃથ્વી વિકાર રહિત બનીને ફળદ્રુપ બની જાય છે. દરીયાનું ખારુ પાણી બાષ્પીભવન બની અમૃતનું રૂપ ધારણ કરે છે. બસ એવી જ રીતે તપ દ્વારા સુસુપ્ત ચેતનાઓ જાગૃત થઈને કાર્યરત બની જાય છે અને કાર્યરત થઈને પોતાની અનુકૂળ ઉપલબ્ધિને પ્રાપ્ત કરી આનંદનો અનુભવ કરે છે. દિવ્યલોકની પ્રાપ્તિથી ચર-અચર જગત આનંદનો અનુભવ કરે છે. આવી જ રીતે જીવાત્મા પણ તપ દ્વારા શરીર અને મનના વિકારોને નાશ કરી આત્માનંદ પ્રાપ્તિની ભૂમિકા તૈયાર કરી લે છે. ક્રોધ, માન, માયા અને લોભના કષાયરૂપી વિષને સમાપ્ત કરી આત્માનંદને પ્રાપ્ત કરે છે. આળશને છોડીને જાગૃત બને છે. અને કાર્યરત થઈને અલગ અલગ પ્રકારની ઉપલબ્ધિઓ, લબ્ધિઓ અને શક્તિઓને પ્રાપ્ત કરે છે. તપના પ્રકાશથી અજ્ઞાન અંધકારનો નાશ કરે છે.
વ્રત - ઉપવાસ વ્રત ઉદ્દેશ્ય
૧. અન્નની બચત
પ્રકરણ ૨
૨. સ્વાસ્થ્ય લાભ
૩. રાષ્ટ્રીયતાનું માન
૪. સંકલ્પ શક્તિનો ઉદય
૫. વિજય માટે જાગરુકતા
૨૮૦.
વ્રત મહત્વ
આર્થિક-સ્વાવલંબન માટે શારીરિક-સન્મુલન માટે
સાર્વભૌમિક-આચરણ માટે
સંસારીક–સાધન માટે
નાગરિક-વ્યવસ્થાપન માટે