________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વીજળી પેદા કરવા માટે બે વસ્તુની આવશ્યકતા છે. એક દબાણ(પ્રેશર) જેનાથી વોલ્ટેજ નિર્મિત બને છે અને બીજો પ્રવાહ (ફલો) જેનાથી વિદ્યુતધારા સતત ગતિશીલ બને છે. આ પ્રકારે આધ્યાત્મિક ઉર્જા તપસ્યાના માધ્યમથી પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીર પણ મુખ્ય બે પ્રકારના તપ બનાવ્યા છે. જેનાથી ઇન્દ્રિયો નિયંત્રિત રહી શકે છે. અભ્યત્તર તપ ફલો સમાન છે. જેનાથી વિદ્યુતધારા સમાન અનેક શક્તિઓ નિર્મિત થાય છે. તપશ્ચર્યા જીવનમાં અત્યન્ત લાભદાયી છે.
પેટમાં કચરો ન નાખો જેથી એનીમા ની જરૂર ન પડે અને દવાઓ પણ ખાવી ન પડે, પરંતુ અસલી દવા તો તપ છે. માટે તપની જ દવા લો. સુવર્ણને તપાવવાથી જ એની શુદ્ધિ થાય છે માત્ર ધોવાથી નહિ. આ રીતે આત્માને તપનો શેક લાગવાથી કર્મ દલિકોની નિર્જરા થાય છે. સાધક તે. છે જે મન, ઇન્દ્રિયો અને આત્મામાં તપનો શેક લગાવે છે. રાષ્ટ્રલાભ -
તપથી રાષ્ટ્રને પણ લાભ થાય છે. જર્મનમાં એક વખત દુષ્કાળ પડ્યો. દુષ્કાળથી બચવા માટે જર્મનના હર્મન જેકોબી જેવા સમજદાર લોકોએ સારા જર્મનમાં આ ઘોષણા કરી કે “બધા જ જર્મનવાસીઓ પ્રત્યેક રવિવારે નિર્જલ ઉપવાસ રાખે અને ઘરમાં રહે. પોતાની ચોવીસ કલાકની ચર્યામાં ખાવું, પીવું તથા મનોરંજન આદિમાં જે ખર્ચ થાય છે તે રકમ જર્મન રાહત ફંડમાં જમા કરાવી દે. એનાથી પહેલા રવિવારે જ કરોડો પીંડનું દાન જર્મન રાહત રક્ષાકોષમાં જમા થઈ ગયુ એક મહિના સુધી પ્રત્યેક રવિવારે આ પ્રકારે દાન કરવાથી જર્મન દુષ્કાળની પીડામાંથી મુક્ત થઈ ગયું. વાત સામાન્ય લાગે છે પરંતુ એક ટંક પણ જો ભોજનનો ત્યાગ કરવામાં આવે તો કેટલાયે નિરાધાર, ગરીબ, બાળકો અને વિધવાઓને રકમ આપવામાં આવે તો ઘણું જ સુંદર કાર્ય થાય.
તપનો કાંઈ ને કાંઈ ઉદેશ હોવો જોઈએ. ગાંધીજીએ ૨૧ દિવસના સ્વતંત્રતા માટે કરેલા ઉપવાસે આંતરરાષ્ટ્રીયમાં એટલો બધો ઉહાપોહ મચી ગયો કે બ્રીટીશ સલ્તનતનું સિંહાસન કંપી ઊઠ્યું. કરાંચી સંઘમાં ધર્મ પરંપરાની સ્થિર રાખવાના ઉદ્દેશથી નારાયણભાઈ હરજીવન શાહે ૩૪ વર્ષ સુધી એકધારુ ભાઈ બહેનોને વ્યાખ્યાન કરવાનું તપ કર્યું હતું. તપર્ચર્યા અને તેનું માહાભ્ય –
ભારતભૂમિ સદાકાળથી તપોભૂમિ રહી છે. આ વિશેષતા અન્ય કોઈ રાષ્ટ્રમાં નથી. બધા જ ભારતીય દર્શનો તથા ધર્મશાસ્ત્રો તપનો સ્વીકાર કરે છે. વર્ણનશૈલીમાં કદાચ ફરક હોઈ શકે. એના પ્રકારમાં ફેરફાર હોઈ શકે તેમ છતાં તપનું માહભ્ય તો બધાએ સ્વીકાર્યું જ છે.
(૨૭)