________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
-
૨.૭ તપની પદ્ધતિ સાથે જોડાયેલું આધ્યાત્મિક દર્શન
સુકલકડી ચિંટુ પહેલવાન પાસે વ્યાયામ શીખવા ગયો. તેણે તેને ૫૦૦ ગ્રામ વજન ઉચકવા આપ્યું. ચિંટુઃ ના તમે ૫૦ કિલો ઉપાડશો તો હું પણ ૫૦ કિલો ઉપાડીશ. પહેલવાને કહ્યું શરૂઆત આનાથી કર પછી શરીર સમર્થ થશે. તેમ ધીમે ધીમે વધુ વજન ઉપાડતા છેવટે એ પણ ઉપાડી શકશે. પરંતુ ચિંટુ માન્યો નહીં અને કહેવા લાગ્યો કે હમણા જમાનો તરતનો છે એ ઉપાડવા ગયો વજન અને એ વજન જ એના પગે પડ્યુ. બિચારો બે મહિના ખાટલા ભેગો થયો. વગર વિચારે કરે તો એની આવી જ દશા થાય માટે થોડું કરીએ પણ વ્યવસ્થિત કરીએ. તપશ્ચર્યા પણ વિધિ સહિત કરીએ તેના સ્વરૂપને બરાબર જાણીને કરીએ તો જ આપણી વૃત્તી અને પ્રવૃત્તિમાં ફરક પડે અને આધ્યાત્મિકતાનો ખ્યાલ આવે.
તપ અને મનોબળ :
મનુષ્ય જીવનની વિવિધ સાધનાઓમાં તપનું અત્યન્ત મહત્ત્વ છે. તપની સાધના ફક્ત મનુષ્ય જ કરી શકે છે. અન્ય જીવો માટે આ સંભવ નથી. કારણ કે તપમાં તાપ હોય છે. અને આ તાપ બાહ્ય ન રહેતા આંતિરક હોય છે. પશુ-પક્ષી પણ કુદરતી તાપને સહન કરી લે છે. પણ પોતાના અંદરના તાપને સહન નથી કરી શકતા. હાથી સહુથી મોટું જનાવર છે. શરીર અને શક્તિમાં પણ ચડીયાતું છે. પરંતુ જો અંદરથી તાવ (જ્વરા) આવી જાય તો તે તાપને સહન નથી કરી શકતો અને પરિણામે મૃત્યુ પામે છે. આનો અર્થ એ છે કે અંદરનો તાપ બહાર કરતાં પણ વધારે હોય છે. માટે એક માત્ર મનુષ્ય જ એવો છે કે અંદરના તાપનો સંયમ કરી શકે છે અને વિજય પણ મેળવી શકે છે ને વશ પણ કરી શકે છે.
તપ એક આધ્યાત્મિક શબ્દ છે. એટલે તે સમજવા માટે, સમજાવવા માટેના અલગ અલગ દૃષ્ટિકોણ છે અને એટલા માટે જ તપના અનેક ભેદ છે. કોઈ વ્રતો ને તપ કહે છે, કોઈ ઇન્દ્રિય સંયમને તપ કહે છે. કોઈ આધ્યાત્મિક નિયમોના પાલનને તપ કહે છે. કોઈ કર્મ સંતાપ ને દૂર કરવાવાળા આચરણને તપ કહે છે. શબ્દકોષ અનુસાર તપનો અર્થ ગ્રીષ્મ ઋતુ, સંતાપ અને તપસ્યા આદિ છે. ખરેખર તો પ્રાકૃતિક દુઃખ બાધાઓને શાન્તિપૂર્વક સહન કરવું અને આત્મનિકટ કરતા રહેવું તેનું નામ તપ છે.
૨૭૭.
તપ સાધનાનું મોટું અંગ છે. આ અંગ ત્રણ પ્રકારે છે અને ત્રણ પ્રકારે સાધનાને બળ પહોંચે છે અને આ સાધના પૂર્ણ થતાં મનુષ્ય યોગી બની જાય છે. સંસારની કુદરતી શક્તિ કરતા પણ અનન્ત ગણી શક્તિ આ મનુષ્યશરીરમાં રહેલા આત્મામાં છે. પરંતુ તે માણસોને ખબર જ નથી અને કોઈ જાણકારી પણ નથી.