________________
તપશ્ચર્યા
સાર્થક સાવદ્ય ક્રિયાઓ અર્થદંડ છે. જ્યારે નિરર્થક પાપપૂર્ણ પ્રવૃત્તિઓનું કરવું અનર્થદંડ છે. કારણ કે આમા આત્માને પ્રયોજન વગર પાપનો ભાગીદાર બનાવવામાં આવે છે. જેમકે સ્નાન આદિ કાર્યોમાં જરૂરીયાતથી વધારે પાણી વાપરવું, લાઈટ, પંખા ચાલુ રાખી દેવા, ભોજનમાં એંઠું મુકવું, અપશબ્દો બોલવા, વ્યસનોનું સેવન કરવું. ખોટી ચિંતા કરવી. વિના પ્રયોજન પાપપૂર્ણ પ્રવૃત્તિઓ ચાર પ્રકારની બતાવી છે. (૧) અશુભ ચિંતન કરવું (૨) પાપકર્મની પ્રેરણા કરવી (૩) હિંસક ઉપકરણો દાન આપવા (૪) પ્રમાદમય આચરણ કરવું.
પ્રકરણ ર
(૯) સામાયિક વ્રત — આ એક સાધના છે. શ્રમણો માટે જાવજીવ અને શ્રાવકો માટે બે ઘડી (૪૮ મિનિટ)ની હોય છે. સર્વ પ્રકારની સાવધ એટલે કે પાપકારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાનું છે. સમતાભાવની સાધના કરવાની છે. જે બત્રીસ દોષ રહિત કરવાની હોય છે.
(૧૦) દેશાવગાશિક વ્રત – આ વ્રતની સાધનામાં એક અથવા બે દિવસની પ્રવૃત્તિની ક્ષેત્ર એટલે કે સીમા તથા ભોગ-ઉપભોગની સામગ્રીની માત્રા વધારે સિમીત બનાવી દે છે.
(૧૧) પોષધ વ્રત – ચોવીસ કલાક માટે આહાર તથા પાણીનો ત્યાગ કરી દેવાનો હોય છે જેનાથી સમત્વની સાધના તેમજ સાધુપણાની ઉપાસના કરવાની. પૌષધ એટલે પોતાની નજીક વાસ કરવો એટલે કે આત્માની નજીક રહેવું.
(૧૨) અતિથિ સંવિભાગવ્રત - ગૃહસ્થ તથા શ્રમણ બન્નેના સહયોગ રૂપે બતાવ્યું છે. અતિથિની સેવા સર્વધર્મોએ બતાવી છે. અતિથિને યોગ્ય વસ્તુનું દાન કરવું તે અતિથિ સંમવિભાગવ્રત છે.
આ પ્રમાણે ૧૨ અણુવ્રતોના આચરણ દ્વારા જીવનને વિકાસમય બનાવે છે.
શ્રાવકના દૈનિક ષટ્કર્મ
શ્રાવક જીવનના છ આવશ્યક કર્મ બતાવ્યા છે.
(૧) દેવ - તીર્થંકરોના આદર્શ સ્વરૂપનું ચિંતન તથા ગુણગાન કરવાના
(૨) ગુરુ - ગુરુજનોની સેવા કરવાની, વિનય કરવાનો
(૩) સ્વાધ્યાય - આત્મસ્વરૂપનું ચિંતન અને મનન કરવું.
(૪) સંયમ - પોતાની વાસનાઓ તથા તૃષ્ણાઓને ઓછી કરવી, સંયમ રાખવો. (૫) તપ - શ્રાવક યથાશક્ય રોજ તપ કરે.
૨૭૫