________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
તપ દ્વારા આત્માના બધા પ્રકારનાં વિકારો સુકાઈ જાય છે અને તેનું વાસ્તવિક સ્વરૂપ ઉપસી આવે છે. વિધિપૂર્વક કરવામાં આવેલી કોઈપણ ક્રિયા નિષ્ફળ જતી નથી અને વિધિને સમજ્યા વિના કોઈપણ ક્રિયા ફળીભૂત થતી નથી જેના દ્વારા તે પ્રક્રિયાને જાણવામાં આવે તે સમ્યકજ્ઞાન કહેવાય છે. વિવિધ પરિષહ-ઉપસર્ગના આક્રમણ સામે પણ જે શક્તિ આત્માને લક્ષ્યગ્રુત થવા દેતી નથી તેને સમ્યફદર્શન કહેવામાં આવે છે. બધા પ્રકારના કર્મબન્ધના હેતુઓનો વિરોધ કરવો તે સંયમ છે અને સંચિત કર્મોનો ક્ષય કરવો તે તપ છે. આ બન્ને સાધન આત્માને મહાત્મા અને મહાત્માને પરમાત્મા બનાવવાવાળી છે. સાધનોની આવશ્યકતા ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી આત્મા સર્વાગી ન બને ત્યાં સુધી. દર્શનપૂર્વક જ્ઞાન થાય છે. જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી તપ થાય છે. તે સમ્યપૂર્વકનું હોય છે. બાકી બાહ્યતા કહેવાય છે. જેનાથી ત્રણે કાળમાં પણ સિદ્ધત્વ પ્રાપ્ત નથી થતું.
મનને વિષય અને કષાયથી હટાવવા માટે તથા રાગ, દ્વેષરૂપ દુર્જય શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાયો દ્વારા શરીર, ઇન્દ્રિય અને મનને સમયપૂર્વક તપાવવામાં આવે તેને તપ કહેવામાં આવે છે.
તપ કરવાથી અહિંસા ભગવતીની આરાધના થાય છે અથવા અહિંસાથી તપ છે. અહિંસા વિનાનું તપ બાલતપ કહેવાય છે. તે કર્મ નિર્જરા કરતા ક્યારેક કર્મબંધનું કારણ બને છે. ત્યાગ વગર તપ થતુ નથી અને તપ ત્યાગનો મૂળમંત્ર છે. તપ દ્વારા વિષયોથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો તથા મનની બધી ઇચ્છાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી સંતોષ ધારણ કરવો તે તપ છે. તપ અનુષ્ઠાન કરવાથી અપવિત્ર જીવન પણ પવિત્ર બની જાય છે. તપ સર્વોત્તમ ઔષધિ છે. | રોગ પ્રાયઃ પેટની ખરાબીથી થાય છે. પેટની ખરાબીથી થવાવાળા બધા રોગો તપથી નષ્ટ થઈ જાય છે. લોહીનું ભ્રમણ પણ સારી રીતે થાય છે. લોકો ભૂખથી પીડાઈને નથી મરતા બલ્લું વધારે ખાવાથી કરે છે. જેનો કોઈ રંગ નથી, કોઈ ગંધ નથી, રસ નથી અને કોઈ મૂલ્ય નથી તે તપ છે. જેના સેવનથી સ્વાથ્ય સારુ રહે છે. હૃદય, મસ્તક, ઇન્દ્રિય, મન અને આત્માનો પોતાનામાં રહેવું તેને સ્વસ્થ કહે છે. જે તપથી જ સંભવ છે. શ્રદ્ધાપૂર્વક જિનવાણીનું અધ્યયન કરવું પણ તપ છે. અષ્ટાંગયોગની સાધના કરવી પણ તપ છે અથવા જે તપ દ્વારા અષ્ટાંગયોગની સાધના સમ્યફ થઈ શકે તે તપ છે. તપ ઉત્તરગુણ છે. ચારિત્ર મૂલગુણ છે. કર્મજાળને હટાવવા માટે તપ જો સાબુ છે તો ચારિત્ર પાણી છે. | શ્રીમદ્ ભાગવદ ગીતામાં તપના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જેમકે સાત્વિક, રાજસ અને તમસ. નિષ્કામ યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાપૂર્વક કરેલા તપને સાત્વિક તપ કહેવામાં આવે છે. જે તપ માન, પ્રતિષ્ઠા, આદર, સત્કાર અને ભૌતિક સુખ માટે કરવામાં આવે છે તેને રાજસ તપ કહે છે. જે તપ મૂઢતાપૂર્વક હઠથી અસંગત ભાવથી બીજાનું અનિષ્ટ કરવા માટે જે તપ કરવામાં આવે છે તે તામસિક તપ છે.