________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
-
(૩) અચૌર્ય વ્રત – અચૌર્ય વ્રત એટલે કે ચોરી કરવી નહિ. અહીં સ્થૂલ ચોરીની વાત બતાવી છે એ માટે એ પ્રતિજ્ઞા કરે છે કે હું સ્થલચોરી મન, વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ.
ખાતર પાડીને, વગર પૂછે બેગ આદિમાંથી વસ્તુ લઈ લેવી, તાળુ તોડવું, અન્ય બીજા સાધનો દ્વારા સ્વામીની આજ્ઞા વગર વસ્તુ લઈ લેવી, રસ્તે જતા તણખલું, કાંકરો કે ફૂલ, ફળ તોડી લેવા એ સ્થૂલદ્રષ્ટિથી ચોરી નથી છતા સૂક્ષ્મદ્રષ્ટિથી ચોરી કહેવાય છે.
-
(૪) બ્રહ્મચર્ય વ્રત – સ્ત્રી, પુરુષ સંબંધીની વાત બતાવી છે. સર્વથા બ્રહ્મચર્યવ્રત પાળી નથી શકતો તો કમ સે કમ ગૃહસ્થ સ્વપત્ની (સ્વપુરુષ)ની મર્યાદા બતાવી છે.
બ્રહ્મ એટલે આત્મામાં અને ચર્ય એટલે રમણતા કરવી એટલે કે આત્મામાં - સ્વમાં રહેવુ તેને બ્રહ્મચર્ય વ્રત કહે છે. આ વ્રતને સાગરની ઉપમાં આપવામાં આવી છે. ચારિત્ર છે તો બધુ જ છે અને ચારિત્ર નથી તો કાંઈ જ નથી માટે ફિલોસોફરે પણ કહ્યું છે કે
આવી રીતે ચારિત્ર એટલે શીલ-સદાવત્ માટે અનેક આત્માઓએ પ્રાણોને ન્યોચ્છાવર કર્યા છે. જેના ઇતિહાસમાં અનેક દાખલા છે.
(૫) પરિગ્રહ પરિમાણવ્રત – શ્રમણો તો સંપૂર્ણ પરિગ્રહના ત્યાગી છે પરંતુ ગ્રહસ્થ માટે તે શક્ય નથી. છતા પરિગ્રહાસક્તિથી બચવા માટે એની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ. એને જ પરિગ્રહ પરિમાણવ્રત કહેવાય છે. પોતે મર્યાદા બહાર પરિગ્રહ રાખે નહિ અને બીજા પાસે રખાવે નહિ.
(૬) દિશા પરિમાણવ્રત – દિશાઓની મર્યાદાની વાત બતાવી છે. ઉર્ધ્વદિશા, અધોદિશા, તિર્યક એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા બતાવી છે. એની મર્યાદા કરે એ દિશાઓની મર્યાદા કરીને દિશાઓની મર્યાદાનું પાલન કરે.
(૭) ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત – ભોગ-ઉપભોગ સંબંધી વાત બતાવી છે. જે એક વખત ભોગવી શકાય તેને ઉપભોગ કહેવામાં આવે છે અને જે વારંવાર ભોગવી શકાય તેને પરિભોગ કહેવામાં આવે છે. જેમકે વસ્ત્ર, શય્યાદિ ખૂબ જ મહત્ત્વનું આ વ્રત છે. । 1 । વેપાર પણ કેવા પ્રકારનો હોવો જોઈએ એની પણ સુંદર માહિતી આપવામાં આવી છે. બૌદ્ધ દર્શનમાં પણ અમુક માહિતી આ વેપારને લગતી આપી છે.
૨૭૪
(૮) અનર્થ દંડ પરિત્યાગ – જીવન વ્યવહારમાં બે પ્રકારની ક્રિયાઓ થાય છે. સાર્થક અને નિરર્થક. સાર્થક ક્રિયા અનિવાર્ય છે જે સમાજહિતમાં આવશ્યક છે. અનાવશ્યક ક્રિયાઓ નિરર્થક ક્રિયાઓ છે.
1. ભગવતી સૂત્ર શતક - ૭ ઉદ્દેશ - ૨