________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૬) દાન - શ્રાવકોએ પ્રતિદિન મુનિઓને, સ્વધર્મી બધુઓને અને અસહાય દુઃખી જનોને કાંઈ ને કાંઈ દાન કરવું. ગૃહસ્થ જીવનમાં નૈતિક વિકાસની ભૂમિકાઓ
જૈનદર્શન નિવૃત્તિ પ્રધાન છે પરંતુ ગૃહસ્થ માટે તે સંભવ નથી. નિવૃત્તિની દિશામાં વિભિન્ન સ્તરોની આવશ્યકતા બતાવી છે. જેનાથી વ્યક્તિ ક્રમશઃ પોતાનો નૈતિક વિકાસ કરતો સાધનાના અન્તિમ આદર્શને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થ જીવનમાં સાધનાનો વિકાસ ક્રમ ધીમે ધીમે આગળ વધતો જાય એના માટે “શ્રાવક પડિમા” બતાવી છે. પ્રતિમાનો અર્થ વિશેષ પ્રતિજ્ઞા. નૈતિક વિકાસના દરેક ચરણ પર સાધક દ્વારા પ્રગટ કરેલ દ્રઢ નિશ્ચયને પ્રતિમા કહેવામાં આવે છે. શ્રાવક પ્રતિમા વિકાસોન્મુખ શ્રેણિઓ છે. જેના દ્વારા સાધક પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરી જીવનના પરમ આદર્શ “સ્વ-સ્વરૂપ”ને પ્રાપ્ત કરે છે. ૧૧ પ્રતિમાઓ બતાવી છે. ૧. દર્શન ૨. વ્રત ૩. સામાયિક ૪. પ્રોષધ ૫. નિયમ ૬. બ્રહ્મચર્ય ૭. સચિત્તનો ત્યાગ ૮. આરંભનો ત્યાગ ૯. પ્રખ્ય પરિત્યાગ ૧૦. ઉદિષ્ટભક્ત ત્યાગ અને ૧૨. શ્રમણભૂત . 1 /
1. ઉત્તરાધ્યયન સૂત્ર - ૧/૬૮, સમવાયાંગ સૂત્ર - ૧૧/૧