________________
તપશ્ચર્યા
=
પ્રકરણ ૨
(૨) દેશવિરતિ સમ્યક્ દ્રષ્ટિ યથાર્થ શ્રદ્ધાની સાથે યથાશક્તિ આત્મા પર નિયંત્રણ કરે છે. અણુવ્રતોનું પાલન કરે છે તેને દેશવિરતિ સમ્યક્ દ્રષ્ટિ કહેવામાં આવે છે.
ગ્રહસ્થ ઉપાસકોના ત્રણ ભેદ
-
પં. આશધરજીએ પોતાના ગ્રન્થ સાગર-ધર્મામૃતમાં ગૃહસ્થ ઉપાસકોના ત્રણ ભેદ બતાવ્યા છે. (૧) પાક્ષિક (૨) નૈષ્ટિક (૩) સાધક | 1 |
(૧) પાક્ષિક જે વીતરાગને દેવના રુપમાં, નિગ્રંથ મુનિને ગુરુના રુપમાં અને અહિંસાને ધર્મના રુપમાં સ્વીકારે છે તેને પાક્ષિક ગૃહસ્થ કહેવામાં આવે છે.
(૨) નૈષ્ઠિક – જે સાત વ્યસનો આદિનો ત્યાગ કરે છે તેને નૈષ્ઠિક કહેવામાં આવે છે.
૨૭૧
(૩) સાધક - જે શ્રાવકના ૧૨ વ્રત, ૧૧ પ્રતિમાઓનું નિર્દોષ પાલન કરતા જીવનમાં અન્તિમ ભાગમાં અણસણ કરે છે એટલે કે આહારાદિનો સર્વથા ત્યાગ કરે છે. ૧૮ પાપસ્થાનકોથી નિવૃત્ત થઈ ચિત્તની વૃત્તિઓને અન્તર્મુખી કરી આત્મભાવમાં રમણ કરે છે તે સાધક ગૃહસ્થ કહેવામાં આવે છે.
ગૃહસ્થ આચારના પ્રાથમિક નિયમ
શ્રાવક અથવા ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવા માટે નિષ્ઠા અથવા સમ્યક્દર્શનની તો જરૂરિયાત છે જ પરંતુ જૈનાચાર્યોએ પ્રાથમિક ભૂમિકાને ગૃહસ્થ જીવન માટે પણ આવશ્યકતા બતાવી છે. સપ્ત વ્યસનનો ત્યાગ, આચાર્ય હેમચન્દ્રાચાર્ય એ માર્ગાના સારી રીતે ૩૫ ગુણો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે. । 2 । ૧. ન્યાય નીતિપૂર્વક ધનોપાર્જન કરવું ૨. જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આદિ શિષ્ટજનોનું સન્માન કરવું ૩. સમાનકુળ અને સમાન આચારવાળી કન્યા સાથે લગ્ન કરવા ૪. ચોરી, પરસ્ત્રીગમન આદિ પાપોનો ત્યાગ કરવો. ૫. દેશની સંસ્કૃતિનું પાલન કરવું. ૬. બીજાની નિંદા ન કરવી ૭. હવા, પ્રકાશ અને સુરક્ષિત મકાનમાં રહેવું ૮. સદાચારીજનોનો સંગ કરવો ૯. માતા-પિતાનો સત્કાર કરવો ૧૦. જે વાતવરણમાં શાન્તિ ન હોય, જ્યાં જીવન-વ્યવહાર પાળવા મુશ્કેલ હોય તેવા ગામ અથવા શહેરમાં ન રહેવું ૧૧. દેશ, જ્ઞાતિ તથા કુલાચાર વિરુદ્ધ કાર્ય ન કરવું. ૧૨. દેશ અને કાળ અનુસાર વસ્ત્રાભૂષણ ધારણ કરવું ૧૩. આવકથી વધુ ખર્ચ ન કરવો. ૧૪. ધર્મશ્રવણની ઇચ્છા રાખવી, શાસ્ત્રોનું અધ્યયન કરવું. ૧૫. ધર્મશ્રવણ કરીને જીવનને ઉચ્ચ અને પવિત્ર બનાવવું. ૧૬. અજીર્ણ થવા પર ભોજન ન કરવું (આ સ્વાસ્થ્ય રક્ષાનો મૂળ) મંત્ર છે. ૧૭. સમયસર પ્રમાણસર ભોજન કરવું, સ્વાદને આધીન
2. વસુન્નદી શ્રાવકાચાર - ૫૯