________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
કરવામાં આવે છે. પરંતુ તપશ્ચર્યા અને પરિષદમાં અન્તર છે. તપશ્ચર્યામાં સ્વેચ્છાએ કષ્ટ સહન કરવામાં આવે છે જ્યારે પરિષદમાં સ્વેચ્છાથી કષ્ટ સહન કરવામાં આવતું નથી પરંતુ મુનિ જીવનના નિયમોનું પરિપાલન કરતા પણ આકસ્મિક રૂપથી જો કોઈ કષ્ટ ઉપસ્થિત થાય તો તેને સહન કરવામાં આવે છે. કષ્ટ-સહિષ્ણુતા મુનિ જીવન માટે આવશ્યક છે કારણ કે જો તે કષ્ટ સહિષ્ણુ ન બને તો તે પોતાના નૈતિક પથથી ક્યારેક પણ વિચલિત થઈ જશે.
મુનિ જીવનમાં આવવાવાળા કષ્ટોનું વિવેચન ઉત્તરાધ્યયન અને સમવાયાંગ સૂત્રમાં છે. જૈન પરમ્પરામાં ૨૨ પરિષહ માનવામાં આવ્યા છે. / 1
(૧) સુધા-ભૂખનો (૨) તુષા-તરસનો (૩) શીત-ઠંડીનો (૪) ઉષ્ણ - ગરમીનો (૫) દેશમષક-ડાંસ મચ્છરનો (૬) અચેલ-વસ્ત્રનો (૭) અરતિ-સુખ- અગવડતાનો (૮) સ્ત્રી-સ્ત્રીનો (૯) ચર્યા - ચાલવાનો (૧૦) નિષધા - બેસવાનો (૧૧) શયા - સુવાનો (૧૨) આક્રોશ - કઠોર ભાષાનો (૧૩) વધમારવાનો (૧૪) યાચના – માંગવાનો (૧૫) અલાભ - વસ્ત્રાદિ ન મળવાનો (૧૬) રોગ -રોગ-પીડાનો (૧૭) તૃણ-તૃણની શૈયા અથવા કાંટાનો (૧૮) મેલનો (૧૯) સત્કાર-સન્માનનો (૨૦) પ્રજ્ઞા બુદ્ધિમતાનો (૨૧) અજ્ઞાન-અજ્ઞાનનો મંદજ્ઞાનનો (૨૨) દર્શન – સમકિતનો. શ્રમણ કલ્પ
જૈન આચાર દર્શનમાં શ્રમણો માટે દસ કલ્પનું વિધાન છે. કલ્પ (કપ્પ) શબ્દનો અર્થ છે આચારવિચારના નિયમ. જૈન પરંપરાની જેમ વૈદિક પરમ્પરામાં પણ કલ્પ શબ્દ આચાર કે નિયમોનું સૂચક છે.
જૈન પરંપરામાં નીચે પ્રમાણે દસ કલ્પ બતાવવામાં આવ્યા છે. (૧) અચલક કલ્પ (૨) ઐદેશિક કલ્પ (૩) શય્યાતર કલ્પ (૪) રાજપિણ્ડ કલ્પ (૫) કૃતિકર્મ (૬) વ્રત કલ્પ (૭) જયેષ્ઠ કલ્પ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) માસકલ્પ અને (૧૦) પર્યુષણ કલ્પ. I 2 | શ્રમણ જીવનના સામાન્ય નિયમ
શ્રમણ જીવનનું વર્ગીકરણ અનેક પ્રકારથી કરવામાં આવે છે. એમાં કેટલાક નિયમ એવા છે કે જેને ભંગ કરવા પર શ્રમણ જીવનને ચૂકી જાય છે. એવા નિયમોમાં ૨૧ સબલદોષ તથા પર અનાચાર પ્રમુખ છે. બીજા સામાન્ય નિયમ છે. જેના ભંગ માટે જરૂરી આરાધના કરીને વિશુદ્ધ બની શકાય છે.
મુનિએ પોતાના જીવન પ્રત્યે વિશેષ રૂપથી સજાગ રહેવું જોઈએ. સામાચારી દશ પ્રકારની બતાવી છે. 1. ઉત્તરાધ્યયન સૂત્ર - અ. ૨ 2. કલ્પસૂત્ર