________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૧. ઇર્ષા સમિતિ – પ્રાણીઓની રક્ષા કરતા થકા સાવધાનીપૂર્વક આવાગમનની ક્રિયા કરવી તે ઇર્યા
સમિતિ છે. ૨. ભાષા સમિતિ – વિવેકપૂર્વક ભાષા બોલવી તે ભાષા સમિતિ છે. મુનિએ કર્કશ, નિપુર,
અનર્થકારી જીવોને આઘાત અને પરિતાપ આપવાવાળી ભાષા ન બોલવી જોઈએ, પરંતુ હિત, મિત, મધુર તથા સત્યભાષા બોલવી જોઈએ. એષણા સમિતિ – એષણાનો અર્થ આવશ્યક્તા અથવા ઇચ્છા થાય છે. એષણાનો બીજો અર્થ શોધવું અથવા તો ગવેષણા થાય છે. આ અર્થની દ્રષ્ટિથી આહાર, પાણી, વસ્ત્ર તથા સ્થાન આદિ
વિવેકપૂર્વક પ્રાપ્ત કરવું તે એષણા સમિતિ છે. ૪. આયાણ-ઊંડ-મત્ત-નિકMવણા સમિતિ – મુનિઓની ઉપધિ આદિ વસ્તુઓને સાવધાનીપૂર્વક
લેવી તથા મૂકવી. જેનાથી કોઈ પણ પ્રાણીની હિંસા ન થાય. આનાથી સાવધાની તેમજ
અપ્રમદતા કેળવાય છે તેને આયાણ ભંડ મત્ત નિકMવણા સમિતિ કહે છે. ૫. ઉચ્ચાર-પાસવાણ-ખેલ-જલ-સિંઘાણ પારિઠાવણીયા સમિતિ – શારીરિક અશુચિને એવા
સ્થાનમાં નાખે જેનાથી ન વ્રત ભંગ થાય કે ન ધૃણા થાય. વિવેક રાખીને વિસર્જન કરે. ત્રણ ગુપ્તિ ૧. મન ગુપ્તિ – મનને જ્યાં ત્યાં જવા ન દે પરંતુ ગોપવે સયંમિત રાખે. ૨. વચન ગુપ્તિ – વચનને ગોપવે. બોલતા પહેલાં વિચારીને બોલે. ૩. કાય ગુપ્તિ – કાયાને ગોપવે. અંગોપાંગનું સમ્યફ રીતે હલનચલન કરે. ઇન્દ્રિયસંયમ
જૈન આચાર દર્શનમાં ઇન્દ્રિય સંયમને શ્રમણ જીવનનું કર્તવ્ય માનવામાં આવ્યું છે. જો મુનિ ઇન્દ્રિયો પર સંયમ નહિ રાખે તો તે નૈતિક જીવનમાં પ્રગતિ નહિ કરી શકે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આનું સવિસ્તાર વર્ણન કર્યું છે કે કયા પ્રકારે વ્યક્તિ ઇન્દ્રિય સુખોની પાછળ પોતાના આચરણથી પતિત થઈ જાય છે. ઇન્દ્રિય સંયમનો એ અર્થ નથી કે ઈન્દ્રયોને પોતાના વિષયમાં ગ્રહણ કરતાં રોકી રાખે પરંતુ આપણા મનમાં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જે રાગદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તેનું નિયમન કરવામાં આવે. આ વાતનું ઉત્તરાધ્યયનસૂત્ર તેમજ ચારાંગ સૂત્રમાં પર્યાપ્ત સ્પષ્ટિકરણ કરેલ છે. પરીષહ –
પરિષહ શબ્દનો અર્થ છે કષ્ટોને સમભાવપૂર્વક સહન કરવું. આમ તો તપશ્ચર્યામાં પણ કષ્ટને સહન
(૨૬)