________________
તપશ્ચર્યા
૨.
૧. નીતિ અને ધર્મનું પ્રકાશન –
મુનિનું સર્વપ્રથમ સામાજીક દાયિત્વ એ છે કે નગર અથવા ગામમાં જઈને જનસમૂહને સન્માર્ગનો ઉપદેશ આપે છે. આચારાંગ સૂત્રમાં પણ સ્પષ્ટરૂપે કહ્યું છે કે મુનિ ગામ-નગરની ચારે દિશાઓમાં જઈને ભેદભાવ વગર ઉપદેશ આપે. આ રીતે જનસમૂહને નૈતિક જીવન તથા સદાચારમય જીવન જીવવાનો ઉપદેશ આપે છે.
૪.
૫.
પ્રકરણ
૩. સાધુ-સાધ્વીની સેવા તથા પરિચર્યા –
ચતુર્વિધ સંઘની સેવા કરવાની, વિકાસ કરવાની, સારણા-વારણા કરવાની, બીમાર, વૃધ્ધ, ગ્લાનનું ધ્યાન રાખવાનું.
૬.
૨
ધર્મની પ્રભાવના તથા સંઘ પ્રતિષ્ઠાની રક્ષા –
વરિષ્ઠ મુનિવરો સંઘરક્ષાનું સદા ધ્યાન રાખે, લોકોની શ્રદ્ધા કેમ વધે એવા ભાવોને ઉત્પન્ન કરે. નિશીથચૂર્ણિમાં આ જ પ્રકારનો ઉલ્લેખ છે. સાથે સાથે અપવાદ માર્ગ પણ બતાવ્યો છે.
સંઘના આદેશોનું પાલન –
પ્રત્યેક સ્થિતિમાં સંઘ(સમાજ) સર્વોપરી હોય છે. જો સંઘના આદેશોની અવગણના કરવામાં આવે તો દંડનું પણ વિધાન કરવામાં આવ્યું છે.
સમાજ સુધારણા
પોતાનો સમય અને શક્તિનો સદ્ઉપયોગ સમાજ સુધારણા માટે કરે છે. સમાજમાં વ્યાપી ગયેલા કુરિવાજો, અંધશ્રદ્ધા વિગેરેને દૂર કરી સમાજને સન્માર્ગે દોરે છે.
વિહાર દ્વારા વાર્તાલાપ –
શ્રમણો માટે પાદવિહારની વાત બતાવી છે. એક ગામથી બીજે ગામ ચાલીને જાય છે. સત્સંગ દ્વારા અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવે છે. સત્સંગ જીવંત બની જાય છે. દુર્ગુણોને દૂર કરે છે અને સદ્ગુણોનું સિંચન કરે છે. અહિંસા, સત્ય આદિના પાઠ શીખડાવવામાં આવે છે. યુવાનોને સાચી દીશાનું સૂચન કરે છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે.
૨૫૮
જૈન પરમ્પરા સામાન્યતઃ શ્રમણ પરમ્પરા છે. એટલા માટે એમાં શ્રમણ જીવનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શ્રમણ જીવનનું તાત્પર્ય છે પાપવિરતિ. શ્રમણ જીવનમાં વ્યક્તિને બાહ્યરૂપથી સમસ્ત પાપકારી (હિંસક) પ્રવૃત્તિઓથી બચવાનું છે. સાથે સાથે આન્તરિક રૂપથી સમસ્ત રાગદ્વેષાત્મક વૃત્તિઓથી મુક્ત થવાનું છે.