________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અહિંસા મહાવ્રતના સમ્યફ પાલન માટે પાંચ ભાવનાઓનું વિધાન છે. (૧) ઇર્ષા સમિતિ - હરતાં ફરતાં, ઉઠતા-બેઠતાં સાવધાની રાખવી. (૨) વચન સમિતિ હિંસક કે કોઈના મનને દુઃખ પહોંચે એવા કડવા વચન ન બોલવા. (૩) મન સમિતિ-મનમાં હિંસક વિચારોને સ્થાન ન દેવું. (૪) એષણા સમિતિ - અહીન ભાવે હિંસા ન કરતા નિર્દોષભાવે આહાર કરે. (૫) નિખેવણા સમિતિ - સાધુ જીવનના ઉપયોગાદિ ઉપકરણોને સાવધાનીપૂર્વક પોંજીને ઉપયોગ કરે છે. / 1
સત્ય મહાવ્રત – અસત્યનો સંપૂર્ણ ત્યાગ કરવાનું છે. નવાકોટીએ અસત્યથી વિરત થવાની પ્રતિજ્ઞા કરે છે. શ્રમણે મન-વચન અને કાયા એ ત્રણેથી સત્ય પર આરુઢ થવું જોઈએ. મન-વચન અને કાયામાં એકરુપતાનો અભાવ જ મૃષાવાદ છે. I 2 | અહીં વચનની સત્યતા પર વધારે ભાર આપવામાં આવ્યો છે.
શ્રમણે કેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ એ દશવૈકાલિક સૂત્રમાં સુવાક્યશુદ્ધિ નામક અધ્યયનમાં દર્શાવેલ છે. જૈન આગમો અનુસાર ભાષા ચાર પ્રકારની બતાવી છે. (૧) સત્ય (૨) અસત્ય (૩) મિશ્ર અને (૪) વ્યવહારિકા ૩ આમાંથી અસત્ય અને મિશ્રભાષાનો વ્યવહાર શ્રમણો માટે વર્જિત છે. એટલું જ નહિ સત્ય અને વ્યવહારિક ભાષા પણ જો પાપ અને હિંસાની સંભાવનાયુક્ત હોય તો તેનો વ્યવહાર પણ શ્રમણો માટે વર્જિત છે. શ્રમણ માત્ર અહિંસક તથા નિર્દોષ સત્ય અને વ્યવહારિક ભાષા બોલી શકે છે.
જે ભાષામાં હિંસાની સંભાવના હોય એવી ભાષાનો પ્રયોગ ન કરે. કામ, ક્રોધ, લોભ તથા હાસ્યને વશીભૂત થઈ પાપકારી, નિશ્ચયકારી, બીજાના મનને દુઃખ આપવાવાળી ભાષા, મશ્કરીરૂપ ભાષા પણ બોલવી સર્વથા વર્જિત છે. . ૪. ક્રોધાદિને વશીભૂત થઈને અસત્ય ન તો સ્વયં બોલે અને ન કોઈને અસત્ય બોલવાની પ્રેરણા કરે કારણ કે અસત્ય વચન અવિશ્વાસનું કારણ છે. 3. સત્ય મહાવ્રતના પાલન માટેની પાંચ ભાવનાઓ
(૧) અણવિચાર્યું બોલવું નહીં (૨) ક્રોધે કરી બોલવું નહીં (૩) લાભે કરી બોલવું નહીં (૪) ભયે કરી બોલવું નહીં. (૪) હાસ્ય કરી બોલવું નહીં.
જે શ્રમણ ઉપર્યુક્ત પાંચે ભાવનાઓનું ધ્યાન રાખીને બોલે છે ત્યારે કહેવામાં આવે છે કે તેણે સત્ય મહાવ્રતનો સ્વીકાર કર્યો છે અને જિનેશ્વર ભગવન્તોની આજ્ઞા અનુસાર તેનું પાલન કર્યું છે. / 4 1. આચારાંગસૂત્ર - ૨/૧૫/૧૭૯ 2. વહી, ૩૯૮૮ 3. પુરુષાર્થસિદ્ધયુપાય, ૯૧ 4. દશવૈકાલિક સૂત્ર – ૭/૧, ૪