________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
વર્ષ થી ઓછી ઉંમરવાળો ન હોય (૨) અતિ વૃદ્ધ (૩) નપુંસક (૪) જડમૂર્ખ (૫) અસાધ્ય રોગથી પીડિત (૬) ચોર (૭) રાજ-અપરાધી (૮) ઉન્મત્ત (૯) ઉન્મત્ત (૧૦) આંધળો (૧૧) જાતિ, કર્મ અથવા શરીરથી દૂષિત ન હોય. આવી જ વાત ધર્મસંગ્રહ તથા પ્રવચનારોદ્ધાર આદિ ગ્રન્થોમાં પણ જોવા મળે છે. જૈન શ્રમણોના પ્રકાર
જૈન પરમ્પરામાં શ્રમણોનું વર્ગીકરણ તેમના આચાર-નિયમ તથા સાધનાત્મક યોગ્યતાના આધાર પર કરવામાં આવે છે. આચરણના નિયમોના આધારે શ્વેતામ્બર પરમ્પરામાં બે પ્રકારના સાધુ માનવામાં આવ્યા છે. 1. (૧) જિનકલ્પી (૨) સ્થવરકલ્પી. જિનકલ્પી મુનિ સામાન્ય રીતે એકાદ વસ્ત્ર તથા કરપાત્ર હોય છે. એકાકી રહેવાવાળા હોય છે. પરિષહો સમભાવે સહન કરે છે. આપત્તિઓથી દુર જતા નથી બલ્ક સામે જાય છે. આંખમાં કણ પડ્યો હોય તોય કાઢતા નથી. સ્થવરકલ્પી મુનિ, સવસ્ત્ર, સપાત્ર તથા સંઘમાં રહીને સાધના કરે છે.
ઠાણાંગ સૂત્રમાં સાધનાત્મક યોગ્યતાના આધાર પર શ્રમણોનું વર્ગીકરણ આ પ્રકાર છે. (૧) પુલાક - જે શ્રમણ ને સાધનાની દ્રષ્ટિથી પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત થઈ નથી. (૨) બકુશ - આ શ્રમણોમાં થોડો કષાયભાવ તથા આસક્તિભાવ હોય છે. (૩) કુશીલ - જે શ્રમણ સાધુ જીવનના પ્રાથમિક નિયમોનું પાલન કરતા મુખ્ય નિયમોનું સમુચિત્ત રૂપથી પાલન કરતા નથી. આ બધા સાધુ જીવનમાં નિમ્નકક્ષામાં સાધક છે. (૪) નિર્ચન્થ – જે શ્રમણોની મોહ અને કષાયની ગ્રન્થિઓ ક્ષીણ થઈ ચુકી છે (૫) સ્નાતક - જે શ્રમણના ઘાતકર્મો ક્ષય થઈ ગયા છે. આ બન્ને પ્રકારના શ્રમણો ઉચ્ચકોટીના છે. I 2 / જૈન શ્રમણના મૂલગુણ
જૈન પરમ્પરામાં શ્રમણ જીવનની કાંઈક આવશ્યક યોગ્યતાઓ બતાવી છે. જેને મૂલગુણના નામથી જાણવામાં આવે છે. I 3 IT દિગમ્બર પરમ્પરાના મૂળાચાર સૂત્રમાં શ્રમણના ૨૮ મૂલગુણ માનવામાં આવ્યા છે. ૧-૫ પાંચ મહાવ્રત, ૬-૧૦ પાંચ ઇન્દ્રિયોનો સંયમ ૧૧-૧૫ પાંચ સમિતિઓનું પાલન ૧૬-૨૧ આવશ્યક કૃત્ય, ૨૨ કેશલોચ, ૨૩ નગ્નતા, ૨૪ અસ્નાન, ૨પ ભૂશનયન, ૨૬ અદત્તધાવન ૨૭ ઊભા રહીને ભોજન ગ્રહણ કરવું, ૨૮ એકબૂક્તિ એકવખત ભોજન કરવું.
શ્વેતામ્બર પરમ્પરામાં શ્રમણના ૨૭ મૂળગુણ માનવામાં આવ્યા છે. ૧-૫ પંચમહાવ્રત, ૬ રાત્રીભોજન ત્યાગ, ૭-૧૧ પાંચ ઇન્દ્રિયોનો સંયમ, ૧૨ આન્તરિક પવિત્રતા, ૧૩ સંયમના 1. જૈન એથિક્સ પૃ. ૧૪૯ 2. ઠાણાંગસૂત્ર – ૫/૩/૪૪૫ 3. મૂલાચાર – ૧/૨-૩