________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પ્રાકૃત ભાષામાં શ્રમણ માટે “સમણ' શબ્દનો પ્રયોગ થયેલ છે. “સમણ” શબ્દના સંસ્કૃતમાં ત્રણ રૂપાંતર થાય છે. (૧) શ્રમણ (૨) સમન (૩) શમન ૧. શ્રમણ શબ્દ શ્રમ ધાતુથી બન્યો છે એનો અર્થ છે પરિશ્રમ અથવા પ્રયત્ન કરવો એટલે કે જે
વ્યક્તિ પોતાના આત્માના વિકાસને માટે પરિશ્રમ કરે છે તે શ્રમણ છે. ૨. “સમન' શબ્દના મૂળમાં સમ છે જેનો અર્થ છે સમત્વભાવ. જે વ્યક્તિ બધાને પોતાના સમાન
સમજે છે અને અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમભાવ રાખે છે તે શ્રમણ કહેવાય છે. ૩. શમન શબ્દનો અર્થ છે પોતાની વૃત્તિઓને શાંત રાખવી અથવા મન અને ઇન્દ્રિયો પર સંયમ
રાખવો તેથી જે વ્યક્તિ પોતાની વૃત્તિઓને સંયમિત રાખે છે તે શ્રમણ છે. જૈન પરમ્પરામાં શ્રમણ શબ્દનો મૂળ અર્થ સમત્વભાવની સાધના છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે કેવળ મૂંડીત થવાથી શ્રમણ નથી બનાતુ, પરંતુ જે સમત્વની સાધના કરે છે તે જ શ્રમણ બની શકે છે. ) 2).
સૂયગડાંગસૂત્રમાં પણ શ્રમણ જીવનની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલ છે. જે સાધક શરીર આદિમાં આસક્તિ નથી રાખતો, કોઈ પ્રકારની સાંસારિક કામના નથી કરતો, કોઈ પ્રાણીની હિંસા નથી કરતો, અસત્ય નથી બોલતો, અબ્રહ્મ તથા પરિગ્રહના વિકારથી રહિત છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ જેટલા પણ કર્માદાન છે અને આત્માના પતનના હેતુ છે એ બધાથી નિવૃત્ત થવાનું છે. આ પ્રકારે જે ઇન્દ્રિયોનો વિજેતા છે તે જ મોક્ષમાર્ગનો સફળ યાત્રી છે. શરીરના મોહ મમત્વથી રહિત છે તે શ્રમણ કહેવાય છે. I 2 /
શ્રમણજીવન સ્વીકારતા પહેલા તે પ્રતિજ્ઞા કરે છે કે પૂજ્ય ! સમત્વભાવનો સ્વીકાર કરું છું અને સંપૂર્ણ સાવદ્ય-ક્રિયાઓનો પરિત્યાગ કરું છું. જીવન પર્યન્ત આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. મન, વચન અને કાયાથી ન તો કોઈ અશુભ પ્રવૃત્તિ કરીશ, ન કરાવીશ અને ન કરવાવાળાની અનુમોદના કરીશ. મેં પૂર્વમાં કોઈ એવી અશુભ પ્રવૃત્તિઓ કરી હોયતો તેની નિન્દા કરું છું. ગઈ કરુ છું. હવે હું સ્વયં અલગ થાઉં છું. જૈનધર્મમાં શ્રમણ જીવન માટે આવશ્યક યોગ્યતાઓ –
શ્રમણનું જીવન ઉચ્ચસ્તરીય નૈતિકતા તથા આત્મસંયમ રૂપ જીવન છે. શ્રમણ સંસ્થા પવિત્ર બની રહે એટલા માટે શ્રમણ સંસ્થામાં પ્રવેશ થવા માટે કોઈક નિયમો હોવા આવશ્યક માન્યા છે. (૧) આઠ 1. ઉત્તરાધ્યયન સૂત્ર પ-૨૦ 2. યાતિધર્મ સંગ્રહ પૃ.-૬, ધર્મશાસ્ત્રનો ઇતિહાસ, પૃ.૪૯૮, ભા-૧