________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઉપકરણોની પવિત્રતા ૧૪ ક્ષમા, ૧૫ અનાસક્તિ, ૧૬ મનની સત્યતા ૧૭ વચનની સત્યતા, ૧૮ કાયાની સત્યતા, ૧૯-૨૪ છ કાયના જીવોનો સંયમ એટલે હિંસા ન કરવી ૨૫ ત્રણ ગુપ્તિ ૨૬ સહનશીલતા ૨૭ સંલેખના, સમવાયાંગ સૂત્રમાં આ મૂળગુણોને થોડા ભિન્ન બતાવ્યા છે તે આ પ્રકારે છે. 1. ૧-૫ પંચમહાવ્રત, ૬-૧૦ પાંચ ઇન્દ્રિયોનો સંયમ, ૧૧-૧૫ ચાર કષાયનો ત્યાગ, ૧૬ ભાવસત્ય, ૧૭ કરણ સત્ય, ૧૮ યોગ સત્ય, ૧૯ ક્ષમા, ૨૦ વિરાગતા, ૨૧-૨૪ મન-વચન-કાયાનો નિરોધ, ૨૫ જ્ઞાન-દર્શન અને ચારિત્ર સંપન્નતા, ૨૬ કષ્ટસહિષ્ણુતા, ૨૭ મરણાન્ત કષ્ટને સહન કરવું. આમાં બાહ્ય તપ તથા આંતરિક શુદ્ધિ વિશુદ્ધિને વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. જો કે ચિત્તશુદ્ધિ બન્ને પરમ્પરાઓમાં સ્વીકૃત છે. પંચ મહાવ્રત
પંચ મહાવ્રત શ્રમણ જીવનના મૂળભૂત ગુણો માનવામાં આવ્યા છે. પંચમહાવ્રત આ પ્રમાણે છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. શ્રેણણ આ પાંચ મહાવ્રતોનું પાલન પૂર્ણરૂપથી કરે છે. આ મહાવ્રતોનું પાલન મન-વચન અને કાયાથી કરવું, કરાવવું અને કરતાને અનુમોદવુ. આમ ૩ X ૩ = ૯ કોટી સહિત એનું પાલન કરે છે. અહિંસા મહાવ્રત
શ્રમણને સર્વપ્રથમ સ્વ અને પરની હિંસાથી વિરમવાનું છે. કામ, ક્રોધ, મોહ, લાભ આદિ દૂષિત મનોવૃત્તિઓ દ્વારા આત્માના સ્વગુણોનો વિનાશ કરવો તે સ્વ હિંસા છે. અન્ય પ્રાણીઓને પીડા તથા હાનિ પહોંચાડવી તે પર-હિંસા છે. શ્રમણનું પહેલું કર્તવ્ય સ્વ-હિંસાથી વિરક્ત થવાનું છે. કારણકે સ્વ હિંસાથી વિરત થયા વિના પરની હિંસાથી બચી શકાતું નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે શ્રમણ જેટલા પણ જીવો છે તેની હિંસા જાણતા કે અજાણતા પણ ન કરે, ન કરાવે અને ન હિંસા કરવાવાળાની અનુમોદના કરે 21 સાધુ પ્રાણવધ ન કરે એના જવાબમાં કહ્યું છે કે હિંસાથી, બીજાની વાત કરવાના વિચારથી માત્ર બીજાને પીડા જ નથી પહોંચતી પરંતુ તેનાથી આત્માના ગુણોની ઘાત પણ થાય છે અને આત્મા કર્મ મળથી મલિન બની જાય છે.
હિંસાના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) આરંભી (૨) ઉદ્યોગ (૩) વિરોધી અને (૪) સંકલ્પી. આમાં ગૃહસ્થ માત્ર સંકલ્પ હિંસાના ત્યાગી હોય છે અને શ્રમણ ચારે પ્રકારની હિંસાના ત્યાગી હોય છે.
1. સમવાયાંગ સૂત્ર - ૨૭/૧ 2. દશવૈકાલિક સૂત્ર - ૬/૧૦