________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અચૌર્ય મહાવ્રત – શ્રમણો આજ્ઞા વગર એક તણખલું પણ લેતા નથી | શ્રમણ પોતાની જીવન યાત્રાના નિવાર્ય માટે આવશ્યક વસ્તુઓ ત્યારે જ ગ્રહણ કરી શકે કે જ્યારે સ્વામી દ્વારા આજ્ઞા પ્રાપ્ત થઈ હોય અને અદત્ત વસ્તુ ન જ લેવી તે શ્રમણનું અદત્ત મહાવ્રત છે. આ મહાવ્રતનું પાલન પણ નવકોટીએ કરવાનું હોય છે. શ્રમણો માટે સામાન્ય નિયમ એવો છે કે પોતાની આવશ્યકતાઓની પૂર્તિ ભિક્ષા દ્વારા જ કરે. ગામ-નગર કે જંગલમાં પણ જો કોઈ વસ્તુઓની આવશ્યકતા હોય તો વગર આજ્ઞા એ સ્વયે ગ્રહણ ન કરે I 2 | ભોજનવસ્ત્ર, નિવાસ, શય્યાદિ, દવાદિ વગેરે વસ્તુઓ સ્વામીની અનુમતિથી તથા તેના દ્વારા આપવામાં આવે તો જ ગ્રહણ કરે છે.
જૈનશાસ્ત્ર અનુસાર અચૌર્યવ્રત પાલન કરવું એટલા માટે આવશ્યક છે કે ચોરી કરવી પણ એક પ્રકારની હિંસા છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ કહ્યું છે કે આ ચોરી, સંતાપ, મરણ તથા ભયરૂપી પાપો નો પિતા છે. બીજાના ધન પ્રત્યે લોભ ઉત્પન્ન કરે છે. 3આ અપયશનું કારણ છે અને અનાર્ય કર્મ છે. એની નિન્દા કરવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં પણ આજ્ઞા વિના કોઈ વસ્તુ ન લે, ન સ્વયં એને ગ્રહણ કરે, ન અન્ય દ્વારા લે અને લેવાવાળાની પણ અનુમોદના ન કરે 41 ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ –
આચારાંગસૂત્રમાં સમ્યફ રીતે ચારિત્રનું પાલન કરવા માટે પાંચ ભાવનાઓ બનાવવામાં આવી છે (૧) ગવેષણા યાચના) કર્યા વગર કોઈ પણ વસ્તુ ન લે. (૨) યાચના (આજ્ઞા) વગરના સ્થાનકનો ઉપભોગ પણ ન કરે. (૩) સ્થાનકાદિની સારસંભાળ ન લે કે જેનાથી મમત્વ ભાવ ઉત્પન્ન થાય (૪) આહાર-પાણી આદિનો સરખો ભાગ કરે. (૫) ઘરડા, ગ્લાન, ગુર્નાદિકની સેવા કરે. I 5 I બ્રહ્મચર્ય મહાવ્રત
જૈન આગમોમાં અહિંસા પછી બ્રહ્મચર્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું જે પાલન કરે છે તેને દેવ, દાનવ અને યક્ષ આદિ બધા નમસ્કાર કરે છે. આ 6 પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ કહ્યું છે કે બ્રહ્મચર્ય ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ તથા વિનયનું મૂળ છે. યમ અને નિયમ રૂપ પ્રધાનગુણોથી યુક્ત છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી મનુષ્યનું અંતઃકરણ પ્રશસ્ત, ગંભીર
1. વહી ૨/૧૫/૧૭૯ 2. દશવૈકાલિક સૂત્ર - ૬/૧૪ 3. મૂલાચાર – ૫/૨૯૦ 4. દશવૈકાલિક સૂત્ર - ૬-૧૪-૧૫ 5. વહી ૨/૧૫/૧૭૯ 6. દશવૈકાલિક સૂત્ર - ૬/૧૪