________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
શ્રમણ પરંપરાનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. શ્રમણ શબ્દ શ્રમ્ ધાતુથી બનેલો છે. જેનો અર્થ છે પરિશ્રમ કરવો, ઉદ્યમ કરવો, પાલી પ્રાકૃત ભાષામાં “સમણ' શબ્દ છે.
શ્રમ” શબ્દનો અર્થ પુરુષાર્થ, ઉદ્યમ અથવા આત્મ પરાક્રમ થાય છે. “શમ'નો અર્થ નિર્વેદ અથવા વૈરાગ્ય છે. “સમ'નો અર્થ સમતા, સમત્વ અથવા સર્વ જીવોને આત્મવત્ સમજવાના છે. આવી જ રીતે શ્રમણ શબ્દ અધ્યાત્મ-કર્મયોગીનું સુચક છે. જેના જીવનમાં પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જ નહિ પરંતુ તે દિશામાં અગ્રક્રમે પુરુષાર્થ અથવા સતત ઉદ્યમશીલ હોય છે એવો સાધક આત્મનોનમુખ હોય છે. તે ભૌતિક ઉત્કર્ષને પોતાનો પરમ લક્ષ નથી માનતો તેને સાંસારિક જીવનની એકમાત્ર આવશ્યકતા સમજે છે. તેથી તેનું મન ભોગ, વાસના, એષણા ઇત્યાદિથી વિરકત હોય છે, અર્થાત્ એ જે કાંઈપણ કરે છે એમાં આસક્તિ રાખતો નથી.
શ્રમણ સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. પાલી સાહિત્યમાં પણ શ્રમણના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) મગન – સાધનાના માર્ગને સારી રીતે જાણવાવાળો હોય. (૨) માસિન – સાધનાના ઉપદેશ કરવાવાળા હોય. (૩) માણીવિન – જીવનમાં તેનું આચરણ કરવાવાળો હોય (૪) માસિન – તત્વદર્શનને આત્મસાત કરવાવાળો હોયT 1 /
શ્રમણ સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધ બે પ્રવાહ મુખ્ય છે વિન્ટરનિલ્સ અને ડૉ.હર્મન જેકોબીએ પણ આનો ઉલ્લેખ કર્યો છે.
બૌદ્ધ ધર્મ પણ જૈન ધર્મની જેમ પ્રાચીન છે તેથી જ બૌદ્ધ પિટકોમાં અનેક સ્થાને “નિરાંતની સાથે “તપસ્વી”, “રીપતપસ્સી” જેવા વિશેષણો જોવા મળી આવે છે. આ પ્રમાણે કેટલાય બૌદ્ધ સૂત્રોમાં રાજગૃહી વગેરે સ્થાનોમાં તપસ્યા કરતા નિગ્રંથોનું વર્ણન મળે છે અને તથાગત બુદ્ધે કરેલી નિગ્રંથોની તપસ્યાની સમાલોચના પણ મળે છે. I 2 || તપસ્યાપ્રધાન નિગ્રંથ પરંપરા
જ્ઞાતપૂત્ર મહાવીરસ્વામીનું જીવન જ ઉગ્ર તપસ્યાનું મૂર્ત સ્વરૂપ છે. જે આચારાંગસૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં જોવા મળે છે. એ ઉપરાંત આગમોના બધાય પ્રાચીન શાસ્ત્રોમાં જ્યાં ક્યાંય કોઈએ પ્રવ્રજયા લીધાનું વર્ણન આવે છે ત્યાં શરૂઆતમાં જ આપણે જોઈએ છીએ કે એ દીક્ષિત નિગ્રંથ તપસ્યાનું
3 | આચરણ કરે છે. એ રીતે મહાવીર સ્વામીના સાધુસંઘની સમગ્ર ચર્યા જ તપોમય જોવા મળે 1. સૂર નિપાત ૮૨૮ 2. મમિનિકાય સુ.પ૬ અને ૧૪ 3. ભગવતીસૂત્ર ૯-૩૩, ૨-૧, ૯-૬