________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
થવું પડે છે અને ઘણી વખત તો પ્રાણહર સંકટ પણ ઊભું થાય છે. ઉપવાસથી કે તપ કરવાથી કોઈ બીમાર પડ્યા હોય એવા દાખલા નહિ મળે પણ ખાવાથી અનેક બીમાર પડ્યા છે. એના તો શાસ્ત્રોમાં, ગ્રન્થોમાં અનેક દૃષ્ટાન્તો આવે છે.
આહાર લૂખો સૂકો હોય તો પણ એનું આસક્તિથી ભોજન ન કરવું એ જૈન ધર્મની સુંદર શિક્ષા છે અને તે દરેક સંયમસાધકે બરાબર લક્ષમાં રાખવાની છે.
રસનો ત્રીજો અર્થ શરીરમાં વિકૃતિ ઉત્પન્ન કરે છે. તેવા દંશ પ્રકારના પદાર્થો છે તે આ પ્રમાણે છે. (૧) મધ (૨) મદિરા (૩) માખણ (૪) માંસ (૫) દૂધ (૬) દહીં (૭) ઘી (૮) તેલ (૯) ગોળ (૧૦) કડા (પકવાન) તેમાંથી પ્રથમની ચાર વિગય એટલે મધ, મદિરા, માખણ અને માંસમાં તે જ વર્ણના અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોવાથી તેમજ તે તામસિક ભાવો અને વિકારો પેદા કરતા હોવાથી સર્વથા ત્યાજ્યા છે અને બાકીની વિગઈઓનું આરાધક આત્માએ બને તેટલું ઓછું સેવન કરવાનું છે. તાત્પર્ય કે સ્વાદ, આસક્તિ અને વિકૃતિ પેદા કરે તેવા પદાર્થોના ત્યાગથી રસત્યાગનું સ્વરૂપ સંપૂર્ણ બને છે અને તે આત્માની શુદ્ધિ કરવામાં અતિ આયામનો ભાગ ભજવે છે.
મહાવીર પરમાત્માએ ૧૨.૫ વર્ષ સુધી પરિષહો ઉપસર્ગો સહ્યા એમાં આટલું બધું સત્વ શી રીતે વિકસ્યું?
પરમાત્માએ એક જ કામ કર્યું કે બધું જ પ્રતિકૂળતામાં વધાવી લેવાનું રાખેલું. ગમે તેવું પણ દુઃખદ-કપરું અસહ્ય પણ સહી જ લેવાની જ વાત રાખેલી. તે પણ પ્રસન્નતાથી સહવાની મનોદશા પ્રભુએ કેળવેલી. મન જ એવું બનાવી દીધેલું કે “સહો, સહો જે આવે તે સહો” બધું પ્રસન્નતાથી સહો સહ્ય લાભમાં છે. સહવાના અભ્યાસથી જીવનમાં સમતા અને સમાધિ સ્થિર બને છે.
કર્મ સિદ્ધાંતોનો આ હિસાબ છે કે જેટલું સહો એટલા પાપકર્મમાં ક્ષયનો લાભ મળે જેટલા સુખશીલ બની સહન કરવામાંથી ભાગશો તો ઉલટાનો કર્મ બંધન વધશે. કષાયોથી લાંબી લચક કર્મની સ્થિતિ બંધાય છે. જે ભવાંતરમાં સમતાથી ભોગવતાં ન આવડે તો ફરી ફરી દુઃખદાયી પરંપરા ચાલતી રહેશે. સહન કરવું એ કાયક્લેશ કાયકષ્ટ છે ને મનની અસલીનતા છે.
સહન ન કરવાથી સુંવાળાપણું - સુખશીલપણું બનાય છે. ઇન્દ્રિયો અવિરતિ બનવાના કારણે આશ્રવ થાય છે. વળી, એમાં મનના ભાવ દુઃખ ઉદ્વેગના છે. સુખ લંપટતના છે. તેથી એ કષાય અને અશુભ મનોયોગ નામનો પણ આવય છે. અશુભ આશ્રયથી પાપકર્મ બંધાય છે. આમાં કર્મક્ષયની વાત તો દૂર રહી ઉપરથી કર્મબંધ વધવાનું આવ્યું જે વિપાકમાં દારૂણ છે. પૂર્વનું પુણ્ય ખલાસ થઈ જાય છે અને નવા પાપકર્મનો બોજ વધી જાય છે ત્યારે, જીવનમાં સહન કરવાનો જ મુદ્રાલેખ અપનાવ્યો હોય તો સમતાભાવમાં સ્થિર થવાય છે. સમતાભાવના કારણે પ્રસન્નતાનો વ્યાપ વધતો જાય છે અને એમાં એકાન્ત પાપકર્મક્ષયનો લાભ મળે. પાપબંધનની વાત જ નહિ. એમાં જીવનની ધન્યતા થાય.
- ૨૫૦